ગુજરાત રાજ્યમાં આ દિવસે ફરજિયાત પણે રજા આપવાને લઇને સુરત કલેક્ટર એ બહાર પાડ્યો આદેશ.

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.

ચૂંટણીમાં તમામ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને સુરત કલેકટર ધવલ પટેલ.

તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ મતદાન દિવસે શ્રમિકો અને કર્મચારીઓને મતદાન માટે ફરજિયાત પણે રજા રાખવા પર ફરમાવ્યું છે.રાજ્ય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કચેરીઓ/વાણિજ્ય સંસ્થાઓ.

ગ્રામીણ બેંકો, હોટલો/ઔદ્યોગિક એકમ/કારખાનાઓ, ફેક્ટરીઓમાં કામ કરતા વ્યક્તિઓ મતદાન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા વારાફરતી ત્રણ કલાકનું ખાસ રજા રાખવા અથવા તો મતદાનના દિવસે રજા રાખવી.

અને તેના બદલામાં અન્ય અઠવાડિક રજાઓના દિવસે સંસ્થાઓ/એકમો કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.જાહેરનામા અનુસાર સુરત પોલીસ કમિશનર રેટ વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર અને.

તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ મતદાનના દિવસે તા 21/02/2021 તથા 28/02/2021 ના રોજ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાંથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ મેસેજ મોકલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*