સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું કે હાઈકોર્ટની સુનાવણી દરમિયાન થયેલી ટિપ્પણીઓનું રિપોર્ટિંગ કરતા મીડિયાને ન રોકી શકાય. હકીકતમાં વાયરસ ના વધી રહેલા કેસોની વચ્ચે ચૂંટણીના મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓ ની સામે હત્યાનો કેસ દાખલ કરવા જણાવ્યું હતું.
મદ્રાસ હાઈ કોર્ટની આ ટિપ્પણી ને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આ કેસની સુનાવણી કરતા સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે લોકશાહીમાં મીડિયા મહત્વપૂર્ણ અને શક્તિશાળી પ્રહરી છે.
અને તેને હાઇકોર્ટમાં થયેલી ચર્ચાઓ નું રિપોર્ટિંગ કરતા ન રોકી શકાય. સુપ્રીમની ખંડપીઠે ચૂંટણી પંચને જણાવ્યું કે મીડિયા શક્તિશાળી છે.
અને કોર્ટ માં જે બને છે તેની જાણ લોકોને કરે છે. ખંડપીઠે કહ્યું કે ફક્ત અમારા ચુકાદા નહીં પરંતુ સવાલ ઉઠાવવા, જવાબ આપવા તથા સંવાદ સાધવો એ નાગરિકોની ચિંતાનો વિષય છે.
જસ્ટિસ ચંદ્રચૂંડે જણાવ્યું કે હાઈકોર્ટના જજને બિન પરંપરાગત સવાલો કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેમને કહ્યું કે મીડિયાને કોર્ટનું રીપોર્ટીંગ કરતા જરા પણ રોકી ન શકાય. કોર્ટ માં જે કંઈ પણ થાય છે તેની લોકોને જાણ થવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment