સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યા આ મોટી જવાબદારી, જાણો શું આપી જવાબદારી.

Published on: 10:18 am, Thu, 3 June 21

દેશમાં સતત કોરોનાની મહામારી ના વચ્ચે દેશની અંદર રસીકરણ અભિયાન ખૂબ જ ધીમી પડી ગયું હતું. તેના કારણે રસીકરણની અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રસી ખરીદવાથી લઈને રસી આપવા સુધીના તમામ પ્લાનની વિગતો માંગી છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યું કે કેટલા લોકોને રસી આપવામાં આવી છે તેના તમામ ડેટા ઓ રજુ કરવાના રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ૪૫ વર્ષથી વધુ વયના ઉંમરની રસીકરણની તમામ જવાબદારીઓ કેન્દ્ર સરકારના હાથમાં છે.

એવી જ રીતે હવે 18 થી 45 વર્ષના લોકોને રસી આપવાની તમામ જવાબદારીઓ કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લેવી જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના થી સૌથી વધુ સંક્રમિત 18 થી 45 વર્ષના લોકો જ થાય છે. અને આ વયના લોકો પણ બીમાર પડી રહ્યા છે.

તેના કારણે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય અને ખાનગી હોસ્પિટલો પાસેથી આ જવાબદારી લઈને પોતે જ જવાબદારી લેવી જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે બ્લેક ફંગસ ને રોકવા માટે કયા કયા પગલાં લીધા તેના તમામ રિપોર્ટ ની માંગણી કરી છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કેટલા લોકો નું રસીકરણ થઈ ગયું છે તેના તમામ રિપોર્ટો હાજર કરવાનો આદેશ આપ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યા આ મોટી જવાબદારી, જાણો શું આપી જવાબદારી."

Leave a comment

Your email address will not be published.


*