અમદાવાદ શહેરના વસ્ત્રાલપુરમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહે પોતાની ત્રણ વર્ષની દીકરી અને પત્ની સાથે 12 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. હાલમાં આ ઘટના ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની ગઈ છે. મળતી માહિતી અનુસાર કુલદીપસિંહ આ પગલું ભરી આપેલા પોતાના મિત્રો, પરિવારજનોને સંવેદનાશીલ સલાહ-સૂચનો આપ્યા હતા. જ્યારે કુલદીપસિંહ એ ગુજરાત પોલીસની ગ્રેડપીની માંગણી અંગેનો ઉલ્લેખ કરતા લખ્યું કે, પોલીસમાં ગ્રેડપી વધે એ અમારી ઈચ્છા છે અને આઇપીએસ અધિકારીઓ બહુ પૈસા ખાય છે અને તે જ લોકો પગાર વધારવા નથી દેતા તે અંગે સુસાઇડ નોટમાં ઉલ્લેખ થયેલો છે.
જાણો કુલદીપસિંહએ સુસાઇડ નોટ માં શું લખ્યું હતું?
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે It ‘s my last note બીજું કાંઈ મેં લખ્યું નથી ઘરે કાંઈ તપાસ કરતા નહીં. હું રાજી ખુશીથી જવું છું. મારા બધા પૈસા જે ફ્લેટમાં ભર્યા છે મારી બહેનના ફ્લેટ માટે છે. બીજા કોઈનો કાંઈ વાંક નથી. મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. ખાંભલા સર મજા આવી આપની સાથે. તમારો સ્વભાવ બહુ સારો છે, ક્રિકેટ રમજે, તમે ખાલી વાત કરો છો રમવાની.
મજા આવી પોલીસ સ્ટેશનમાં તમામ લોકો સારા હતા. ડી સ્ટારફ કામ કરજે, ભલામણ રાખજો સંજુબાબા, બીજેપી બાબુ કાકા સ્ટેન્ડ સાચવજો. વધુમાં કુલદીપસિંહએ લખ્યું હતું કે, શૈલેષભાઈ અને અમિતભાઈ જીવના બાળકા, મને તહેવારોમાં યાદ કરજો. ઇનવે PSO આને જલસા હતા તે જલસા કરજો પણ સરને તકલીફ ના પડે એમ.
અગના બેન, છોટુ, પિયુ બેન, ભગુ બેન, નીતાબેન, અજય સિંહ, દિનેશ કાકા, જયદીપભાઇ સોરી… હું હસતું મોઢું રાખતો હતો પરંતુ હસવા જેવું કાંઈ રહ્યું ન હતું. પ્રિયંકાબેન મોટાભાઈ હવે તમારા અમિતભાઈ ઓકે. વધુમાં કુલદીપસિંહ એ લખ્યું હતું કે, અગના બેન હવે એકાઉન્ટ સાચવજો તમારું ભગવાન સારું કરશે બાકી કુલદીપ ભાઈ છે.
જ ખાલી યાદ કરજો પણ મારી કસમ કોઈ પાસે કાંઇ ના બોલતા અને 1000 રૂપિયા મારે તમને આપવાના છે એ મારા જીજુ પાસેથી લઈ લેજો એ મારા કબાટમાંથી આપશે. વધુમાં કુલદીપસિંહ એ પોતાના પપ્પા વિશે લખ્યું કે, પપ્પા સોરી મમ્મીને સાચવજો. તમારું ધ્યાન રાખજો અને હવે પ્લોટનું સમાધાન કરીને નિવૃત્ત જીવન ગાળો અને ભગવાનનું કામ કરજો.
પપ્પા તમે બહુ સારા હતા તમને મળવું હતું પણ જીવન ઓછું પડ્યું. વધુમાં કુલદીપભાઈએ પોતાના મમ્મી વિશે લખ્યું કે, મમ્મી સોરી તમારો કુલી તમારો જ છે, હિતાર્ત હવે તમારો, કુલી અને તમે ભગવાનનું કામ કરજો, તમને મળવાનું બાકી રહી ગયું. પણ લાસ્ટ મન્ડે ફોનમાં વાત થઈ એટલે ચાલશે અને મમ્મી તમને મેં બહુ હેરાન કર્યા અત્યાર સુધી પણ આ લાઈફ ટાઈમ આકાંક્ષા આજ રાત્રે બહુ રમી મારી સાથે એટલે હું એને લઈને જાઉં છું.
રિદ્ધિ ને એકલી ન મૂકવું એટલે એ પણ આવે છે. સાથે કુલદીપસિંહ એ પોતાના ભાઈ વિશે લખ્યું હતું કે, ભાઈ અને ભાભી જલસાથી જીવજો બાકી હું છું અને એક સારી ગાડી લઈ લેજો. કાંઈ હોય તો મારા જીગરી ભાઈબંધ હવે તને આપું છું. અંતિમ શબ્દોમાં કુલદીપ સિંહે લખ્યું હતું કે, જય યોગેશ્વર જય માતાજી અને જય દ્વારકાધીશ જય કષ્ટભંજન દેવ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment