પરીક્ષાનું છેલ્લું પેપર દેવા રહેલા વિદ્યાર્થીનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 3:57 pm, Tue, 12 April 22

ત્યારે ઉત્તર પ્રદેશના અમેઠીમાં પરીક્ષા આપવા જતી વખતે એક વિદ્યાર્થી પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના કોલેજથી માત્ર 200 મીટરના અંતરે બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

વિદ્યાર્થીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. ધરૌલી ગામના રહેવાસી સુશીલ કુમાર સિંહના પુત્ર સૌરભ મંગળવારના રોજ હાઈ સ્કૂલનું છેલ્લું પેપર હતું. સૌરભ પોતાનું છેલ્લું પેપર આપવા માટે રસુલાબાદ જઈ રહ્યો હતો. સૌરભ શાળાએ પહોંચે તે પહેલા ચારથી પાંચ લોકોએ રસ્તામાં તેને ઘેરી લીધો હતો.

અને સૌરભ પર ગોળી ચલાવીને તેનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બની ત્યારે સૌરભની સાથે તેનો મિત્ર વિશાલ પણ ત્યાં હાજર હતો. આ ઘટના બનતા જ હોય ને વિશાલ ત્યાંથી ભાગી ગયો હતો. મળતી માહિતી અનુસાર સૌરભ નો જીવ કયા કારણોસર લઈ લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

ઘટનાના દોઢ કલાક બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સૌરભને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને સૌરભના કાકાએ જણાવ્યું કે, થોડાક દિવસો પહેલા ત્રણ યુવકોએ સૌરભની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ત્યારબાદ તેઓ ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસકર્મીએ જણાવ્યું કે, સૌરભ જે કોચિંગ ક્લાસમાં જ તો ક્યાં થોડાક દિવસો પહેલા બાળકો વચ્ચે માથાકુટ થઇ હતી. આ કારણોસર પણ સૌરભનો જીવ લઈ લેવામાં આવ્યો છે એવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પરીક્ષાનું છેલ્લું પેપર દેવા રહેલા વિદ્યાર્થીનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*