સોમવારના રોજ બપોરના સમયે ITIના એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. તેને પોતાના મોબાઈલમાં મેસેજ ટાઈપ કરીને સ્ક્રીનશોટ લીધો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, મારા માતા-પિતા મારી કિંમત નથી સમજતા.
મારા મૃત્યુ પછી તેમને મારી કિંમત સમજાશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બિલાસપુરમાં બની છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ અંકિત રાય હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર અંકિત પોતાના મામાની સાથે રહેતો હતો અને અંકિતનો પરિવાર પણ તેના મામાના ઘરે રહેતું હતો.
સોમવારના રોજ અંકિતનું પરિવાર પોતાના વતન ગયું હતું. આ દરમિયાન અંકિત ઘરે એકલો હતો. જ્યારે બપોરે બે વાગ્યાની આસપાસ અંકિતના મામા ઘરે આવ્યા, ત્યારે તેમને રૂમમાં અંકિત મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ ઘટનાની માહિતી પોલીસને સોમવારના રોજ સાંજના સમયે થઈ હતી.
ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે અંકિતના મૃતદેહને નીચે ઉતારીને, તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન અંકિતના ખિસ્સામાંથી મોબાઇલ મળી આવ્યો હતો.
મોબાઇલમાં તપાસ કરવામાં આવી ત્યારે ટાઈપ કરેલા મેસેજનો સ્ક્રીનશોટ મળી આવ્યો હતો. તેમાં અંકિતે પોતાના માતા પિતા વિશે લખ્યું હતું. અંકિતે ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ITIની ટ્રેનિંગ કરતો હતો. તે છેલ્લા એક વર્ષથી બિલાસપુરમાં રહેતો હતો.
તેની સાથે તેના માતા-પિતા પણ રહેતા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. જવાન દીકરાના મૃત્યુ બાદ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment