ગુજરાતમાં હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદી વાદળો ઘેરાયા છે, જેને લઇને હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મોડાસા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ મુજબ 25 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત જામનગર, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ની શક્યતા છે
તો સાથે જ આ તરફ પાટણ, અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ બાદ નદી, નાળા, સરોવર અને ચેકડેમોમાં નવાં નીર આવ્યા છે અને જળ સપાટીમાં વધારો થતા સિંચાઇથી લઈને પીવાના પાણી જેવા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.
નોંધનીય છે કે વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે મધુબન ડેમની જળ સપાટી 79.45 મીટર પર પહોંચી જે બાદ 10 દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલી ને દમણગંગા નદી માં 1.70 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતી નદી ગાંડીતૂર બની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment