પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આજરોજ ખેડૂતોના દેવા માફી ની જાહેરાત કરી છે. ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે.સાથી જ ભૂમિહિન મજુરોના પણ દેવા માફ કરવામાં આવશે.
તેમને જણાવ્યું કે પંજાબ સરકાર દેવાદાર ખેડૂતોના ખાતામાં બે હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.આ રકમ આગામી 10 થી 15 દિવસમાં જ પહોંચી જશે.
તેમને આગળ જણાવ્યું કે, સરકારે શ્રી ભાગવત ગીતા અને રામાયણ પર અધ્યયન કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય કર્યો છે. અધ્યાન કેન્દ્ર પટિયાલા માં સ્થાપવામાં આવશે.
તેમને કહ્યું કે,આજ-કાલ પંજાબી સંગીત અને ફિલ્મ ની વિરાસત ને બચાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે એક ફિલ્મ અને ટેલિવિઝન કાઉન્સિલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું ગઠન 10 દિવસમાં કરી નાખવામાં આવશે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે અને મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર 31 ડિસેમ્બર સુધી ભારત બંધનું એલાન કર્યું છે.
આ મેસેજ વાંચીને કેટલા લોકો પૂછી રહ્યા છે કે આખરે શું કારણ છે કે સરકાર 31 ડિસેમ્બર સુધી ભારત બંધનું એલાન કરી રહી છે. જો તમે પણ આવો મેસેજ જોયો છે અને તેના પર વિશ્વાસ કરી રહ્યા છો તો તે સંપૂર્ણ રીતે ફેક છે.આ મેસેજ પર બિલકુલ વિશ્વાસ ન કરતા.પીઆઇબી ફેકટ ચેકે ટ્વીટર પર આ માહિતી આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment