મહારાષ્ટ્ર સરકારે બદલાયેલા મોટર વ્હીકલ એક્ટ 2019 રાજ્યમાં લાગૂ કરી દીધો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા મહારાષ્ટ્રના પ્રજાજનોને મોંઘો પડી શકે છે. રાજ્ય સરકારે એક નોટીફીકેશન જાહેર કરતા 2019 એક્ટ માં ફેરફાર ની જાહેરાત કરી છે
અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર ચલણ ની રકમ વધારવા ની જાણકારી આપી છે.પિટીઆઇ સાથે વાતચીત દરમિયાન રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી અવિનાશે કહ્યું કે ચલણ ની રકમ વધારવાથી દુર્ઘટનાઓની સંખ્યા ઓછી થશે અને મુસાફરો અનુશાસનમાં રહેશે.
હવે એમ્બ્યુલન્સ ને રસ્તો ન આપવા માટે 10 હજાર રૂપિયા નું ચલણ આપવું પડશે. વાહનમાં અમાન્ય ફેરફાર કરવા માટે એક હજાર રૂપિયા નું ચલણ આપવું પડશે. વિમા વિનાનું વાહન ચલાવવા પર 2000 રૂપિયા નું ચલણ આપવું પડશે.
રાજ્ય પરિવહનની બસમાં ટિકીટ વિના મુસાફરી કરશો તો 500 રૂપિયા નું ચલણ આપવું પડશે. ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતા 5000 રૂપિયા નું ચલણ અને એટલું જ નહીં ચલણ વાહન માલિક પર કરવામાં આવશે જેને પોતાના વાહન ના ઉપયોગને અનુમતિ આપી છે.
નંબર પ્લેટ અથવા રજીસ્ટ્રેશન પ્લેટ પર કંઈક પણ ભૂલ જણાતા, રિફલેક્ટર અને ટેલલેમ્પ પર 1000 રૂપિયા નું ચલણ ચૂકવવું પડશે. આ તમામ નિયમોના ઉલ્લંઘન પર ચલણ વિના 500 રૂપિયા પહેલીવાર અને 1500 રૂપિયા બીજી અને ત્રીજીવાર નિયમો તોડવા પર વસૂલ કરવામા આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment