લગ્ન માં મહેમાનોની છુટ ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત.

Published on: 3:56 pm, Fri, 22 January 21

રાજ્ય સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો ને ભૂમાફિયા,ટપોરી જેવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એસીબી ના વડા કેશવ કુમાર એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. રાજ્ય સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી છે.

તે આ અંગે આજે રાજ્યની રૂપાણી સરકાર ની કામગીરીને બિરદાવતા અહેવાલ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી રૂપાણી ને લગ્નમાં મહેમાનોને બોલાવવાના મુદ્દે એક સવાલ કરવામાં આવ્યો હતો.

જેમાં તેમણે એક મોટી જાહેરાત કરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે , લગ્નમાં 100 લોકોને મંજૂરી છે અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકોને મંજૂરી છે.

ખુલ્લામાં મંડપ નાખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઈ લિમિટ નથી.આ સાથે જ એવું કહી શકાય કે રાજ્યના લોકો જો ખુલ્લા મંડપમાં નાખીને કોઈપણ કાર્યક્રમ કરે તો તેમાં કોઈ મર્યાદા નથી.મુખ્યમંત્રી રૂપાણી એ કોરોના નિયમોનો ભંગ ક્યારે કહેવાય.

તે વિશે વિગતવાર જણાવ્યું હતું અને તેમણે કહ્યું કે કોઈ પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોય,માસ્ક ન પહેર્યું હોય તો અને આપણે માસ્ક માટે દંડ લઈએ છીએ અને બીજો કોઈ દંડ લેતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!