રાજ્યમાં સંક્રમણ ની સ્થિતિને લઈને હાઈકોર્ટના નિર્દેશ પર સરકારે માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકોને રાહત આપી છે. બંને કાર્ડનો ઉપયોગ કરી કોરોના ની સારવાર મેળવી શકાશે. કોરોનાકાળમાં લોકો જીવન બચાવવા માટે પોતાની સંપૂર્ણ સંપત્તિ ખર્ચ કરવા તૈયાર છે.
પરંતુ અનેક પરિવારો એવા છે કે જેઓ લાચાર બની ગયા છે. આવા સમયમાં હાઇકોર્ટ દ્વારા કરાયેલા સુ લોકોને રાહત મળી છે. માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ ને હવે કોરોના સારવારમાં ઉપયોગ કરી શકાશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા થયેલી જાહેરહિતની અરજી મુદ્દે 12 એપ્રિલ સુનાવણી થઇ હતી જેના પર સરકાર દ્વારા 15 એપ્રિલે સોગંદનામું રજૂ કર્યું હતું.
આ સોગંદનામા સરકારે કહ્યું કે, મા વાત્સલ્ય કાર્ડ ની સાથે આયુષ્માન ભારત કાર્ડ નો ઉપયોગ કોરોના દર્દી સારવાર કરાવી શકાશે.
ગુજરાતમાં કોરોના ની સ્થિતિ મુદ્દે હાઈકોર્ટમાં રોજબરોજ સુનાવણી થઇ રહી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા થયેલી સુઓમોટો મામલે સરકાર પણ પોતાનો પક્ષ અને સોગંદનામા રજુ કરી રહી છે.
ત્યારે 15 એપ્રિલે થયેલા સોગંદનામા દ્વારા સરકારે લોકોને વધુ એક રાહત આપે છે. જેમાં તાત્કાલિક રીતે નિર્ણય થતા હોવાની વાત સરકારે કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment