ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ હવે અટકવાનું નામ જ નથી લેતી. દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દના અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક બાઈક સવાર રિવર્સ આવી રહેલી ટ્રોલીમાં ઘૂસી જાય છે.
આ ઘટનામાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના રવિવારના રોજ બપોરના સમયે 1.30 વાગ્યાની આસપાસ મંદસૌરના નસીરાબાદ ફોર-લેન હાઇવે પર બની હતી. અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વાયરલ થઈ રહેલા સીસીટીવી એજ માં તમે જોઈ શકો છો કે, એક ટ્રોલી રોડની બાજુમાં ઉભેલી છે. ટ્રોલી ચાલક ધીમે-ધીમે ટ્રોલી રિવર્સ લઈ રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર બીજા અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા છે. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલો એક બાઈક ચાલક સીધો ટ્રોલીની પાછળ ઘૂસી જાય છે.
જેના કારણે બાઇક ચાલકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચે છે. તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજે છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 30 વર્ષે અંબાલાલ પાટીદાર નામના વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે. અંબાલાલ પાટીદાર રવિવારના રોજ બપોરના સમયે પોતાની બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને રિવર્સમાં આવતી ટ્રોલીમાં પોતાની બાઈક ઘુસાવી દીધી હતી.
પુરુપાટ ઝડપે જતી બાઈક રિવર્સમાં આવી રહેલી ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ – જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ pic.twitter.com/QjFxwvIzL7
— GUJJU ROCKZ (@gujju_rockz) July 11, 2022
આ ઘટનામાં અંબાલાલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રોલી કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે પણ કાર્યવાહી કરી છે. સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આ ઘટનામાં કોની ભૂલ છે. તમારો જવાબ કોમેન્ટ જરૂર કરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment