ખંભાળિયામાં બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા, નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી – જુઓ વિડિયો

82

ખંભાળિયાનો માથાકૂટ નો એક વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ખંભાળિયામાં રહેતા અને નગરપાલિકાના ઉપપ્રમુખને પુત્રને બપોરના સમયે જાહેર રોડ પર લટકાવવામાં આવ્યો અને બે શખ્સ દ્વારા ઉપપ્રમુખના પુત્રને છરી બતાવીને તેની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી.

મળતી માહિતી અનુસાર ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા અને તથા જોધપુર ગેટ ચોકમાં દુકાન ધરાવતા અને નગરપાલિકાના પ્રમુખ જગુભાઈ રાયચુરાના 21 વર્ષના પુત્ર રાહુલ રમેશભાઈ રાયચુરા શનિવારના રોજ બપોરના સમયે તે પોતાની એકટીવા લઈને નવા નાકા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. અને રાહુલને કહ્યું કે અમારે તારી સાથે ઝઘડો કરવો છે. ત્યારે રાહુલે કહ્યું કે હું વેપારીનો પુત્ર છું ઝઘડો કરવો એ મારું કામ નથી.

ત્યારબાદ બંને વ્યક્તિઓએ કોઈ કારણ વગર રાહુલની જાહેરમાં ધોલાઈ કરી હતી. ત્યારબાદ બંને વ્યક્તિમાંથી અકબર નામના એક વ્યક્તિએ રાહુલને છરી બતાવીને રાહુલ ના ગળા માંથી આશરે સવા ત્રણ તોલાનો ચેન લઇ લીધો હતો.

આ ઘટના બનતા જ આસપાસના દુકાનદારો ત્યાં એકઠા થઇ ગયા હતા અને રાહુલને બન્ને વ્યક્તીના હાથમાંથી છોડાવ્યો હતો. અને ત્યારબાદ બંને વ્યક્તિઓ સોનાની ચેન લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાને લઈને પોલીસે આઈપીસી કલમ 379, 504, 506,114 તથા જે.પી એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ઘટનાના આરોપી અકબર અને બાવાજી કૈલાસનાથ નામના બે વ્યક્તિની ધરપકડ કરી છે. અને બન્નેને રિમાન્ડ સહિતની ધોરણસર કાર્યવાહી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!