ગુજરાતના મધ્યમવર્ગના પરિવારના દીકરાએ દિવસ-રાત મહેનત કરીને UPSCની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બન્યા, સમગ્ર દેશભરમાં માતા-પિતાનું નામ રોશન કર્યું…

Published on: 4:57 pm, Thu, 2 June 22

આધુનિક યુગમાં ભણતર ને લઈને યુવા યુવતીઓ વચ્ચે હરીફાઈ જોવા મળે છે. બાળકો અભ્યાસ ક્ષેત્રે મહેનત કરી પોતાનાં માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને માતા-પિતા પણ પોતાના બાળકો અભ્યાસ કરીને આગળ વધે તે માટે સતત પ્રયત્નો કરતા હોય છે. ત્યારે હાલ ગઇકાલના રોજ UPSC નું પરિણામ જાહેર થયું હતું. તેમાં ગુજરાતના છ યુવાનોએ UPSCની પરીક્ષા પાસ કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું.

હાલ તો યુવા અને યુવતીઓ વચ્ચે અભ્યાસને લઈને હરીફાઈ પણ ચાલતી હોય છે. તેમાં ગુજરાતના લાખો યુવાનો અને યુવતીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ સાબિત કર્યું છે. જેમાં દરેક યુવકો અને યુવતીઓના સપના હોય છે કે સારો અભ્યાસ કરીને પરિણામ લાવી માતા-પિતાનું નામ રોશન કરે અને સારું એવું નામ કમાય એવું જ ગુજરાતના છ યુવાનો એ સાબિત કરી બતાવ્યું છે.

આજે આપણે એક એવા જ યુવક વિશે વાત કરીશું કે ગુજરાતનો યુવક પહેલા નંબરે પાસ થઈને સફળતા મેળવી પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું છે. તેણે પોતાની સફળતા મેળવીને સમગ્ર દેશભરમાં પહેલા નંબરે આવ્યો છે અને તેણે તેનું સપનું પણ પૂરું કર્યું છે. આ યુવકનું નામ હિરેન છે કે જે નાનપણથી મોટા અધિકારી બનવાનું સપનું ધરાવતો હતો અને તેની પાછળ તેને ખૂબ જ મહેનત કરી હતી.

જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે તેણે પોતાનું સપનું પૂરું કરવા માટે અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતો હતો. અને તેનો બીકોમનો અભ્યાસ પૂર્ણ કરી થોડા સમય પહેલાં RBI ની પરીક્ષા પણ આપી હતી અને તે પાસ કરીને નોકરી કરતો હતો. ત્યારબાદ એક વર્ષ પછી સુરેન્દ્રનગરમાં ડેપ્યુટી કલેકટરની પણ નોકરી કરતો હતો.

એટલું જ નહીં તેને ઘણી બધી પરીક્ષાઓની તૈયારી પણ કરી છે. જેમાં હિરેનને UPSCની તૈયારી કરવાની શરૂઆત છે અને તેમાં પાસ થઈ IAS અધિકારી બનવાનું સપનું પૂર્ણ થયું. તેમના પરીવાર વિશે વાત કરીશું તો હિરેન એક મધ્યમ વર્ગમાંથી આવે છે. તેમના પિતા એકાઉન્ટની નોકરી કર્યા હતા અને માતા ગૃહિણી છે અને સતત ત્રણ વાર UPSCની પરીક્ષા આપી હતી.

તે માટે અસફળ રહ્યો હતો છતાં પણ તેને હાર માની ન હતી અને ચોથો પ્રયાસ આપી UPSCની પરીક્ષા પાસ કરી IAS બની પોતાનાં માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આના પરથી દરેક યુવતીઓએ પ્રેરણા લેવી જોઈએ કે કોઈ પણ વિદ્યાર્થીઓએ હાર માનવા કરતા મહેનત કરી મા બાપનું નામ રોશન કરવું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના મધ્યમવર્ગના પરિવારના દીકરાએ દિવસ-રાત મહેનત કરીને UPSCની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બન્યા, સમગ્ર દેશભરમાં માતા-પિતાનું નામ રોશન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*