રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી 1300 થી પણ વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો કોરોના સંક્રમિત દર્દીઓ રિકવરી થઈને દરરોજ ના ઘરે જાય છે. હવે ફરીથી રાજ્યના શહેરોમાં કોરોના રોંદ્ર સ્વરૂપ જોવા મળે છે. આમાં પણ સુરત શહેરની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે.સુરતમાં અમુક વિસ્તારમાં કોરોના એટલી હદે વધી ગયો કે આખા પરિવાર પોઝિટિવ આવી રહ્યા છે.
સુરત શહેરના અઠવા, રાંદેર અને કતારગામ વિસ્તારમાં આખે આખા પરિવાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં બહારના વિસ્તારમાં કારીગર લોકો આવ્યા હોવાથી કોરોના નું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે અને લોકોને ડર સતાવી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે તેમના અધિકારીઓની ટીમ સાથે તપાસ હાથ ધરી છે.ટેક્સ્ટાઇલ માર્કેટની સરપ્રાઇઝ રીતે વિઝિટ કરવામાં આવી અને નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલકમિશનરે જણાવ્યું કે દુકાન, બજાર ,રેસ્ટોરન્ટ, મોલ ટેક્સટાઇલ માર્કેટ વગેરે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સાઈન એજ હોવા જરૂરી છે.જ્યાં સાઈઝ એજ ન હોય ત્યાં ગોળ ગુંડાળા કરવા ફરજીયાત છે. આ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉક” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment