4 દિવસ પહેલા જ રક્ષાબંધનનો શુભ તહેવાર હતો. આ તહેવાર ને ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ તહેવારના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે અને તેને ખુબ સારા આર્શીવાદ આપતી હોય છે.તેવા જ સમયમાં એક કિસ્સો રક્ષાબંધનના અઠવાડિયા પહેલા રાજસ્થાનના નાગૌર જિલ્લાના હરસૌર ગામમાં રહેતા ચિરંજીલાલ સાથે થયો હતો.
ચિરંજીલાલ એ પોતે બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ હતા, અને સ્વતંત્રતા દિવસના દિવસે દિલ્હીન પરેડમાં પણ જોડાયા હતા અને અચાનક પરેડ ચાલુ હતી તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું મુત્યુ નીપજ્યું હતું.
ચિરંજીલાલના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટના દિવસે તેમનાજ ગામમાં કરવામાં આવ્યા હતા અને આખું ગામ તેમના અંતિમ સંસ્કારમાં જોડાયું હતું. આથી ચિરંજીલાલ રક્ષાબંધનના એક અઠવાડિયા પહેલા જ તેમની બહેનને છોડી ને ચાલ્યા ગયા હતા.
રક્ષાબંધનના શુભ દિવસે બહેનને મોટો આઘાત લાગ્યો હતો. આથી બહેન ભાઈની ચિતા એકદમ ઠંડી થઇ ગઈ એટલે તે રક્ષાબંધનના દિવસે બહેન સ્મશાનગૃહ માં પહોંચીને તેમના ભાઈ ચિરંજીલાલના ચિત્ત ના લાકડા ઉપર રાખડી બાંધીને તે બહેનની આંખો રડતા રડતા ભીની થઇ ગઈ હતી.તેની પાછળ ની આ જ ઘટના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!