ગુજરાત રાજ્યમાં અનેક મંદિરો આવેલા છે જેમકે ચોટીલા અંબાજી પાવાગઢ સાળંગપુર ઘલુડી અતિ પ્રસિદ્ધિ તીર્થધામ છે. આજે અમે તમને ચોટીલા નજીક આવેલા એક મંદિર વિશે જણાવીશું જ્યા મંદિરની ગુફામાં આજના સમયમાં પણ માતાજીના વાસ્તવિક શંખ
અને ત્રિશૂળના દર્શન તમે કરી શકો છો. આ દિવ્ય અને પરમધામ તમને માતાજી ની સાક્ષાત અનુભૂતિ પણ કરાવી શકે છે.આપને જણાવી દઈએ કે આ પવિત્ર મંદિર ચોટીલા ની નજીક આવેલા ઠાંગા વિસ્તારમાં છે. આ સ્થાનમાં તમને ગુફામાં હિંગળાજ માતાજી બિરાજમાન છે
View this post on Instagram
અને હિંગળાજ માતાજીનું મુખ્ય સ્થાન મક્રરાણ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનમાં બલુચિસ્તાન દુર્ગમ પર્વતોમાં છે.પરંતુ અહીંની લોકવાયકા છે કે મહાત્મા માયાગીરીજી બલુચિસ્તાનમાં યાત્રાએ ગયા ત્યારે તેને તપસ્યા કરતા માતાજી પ્રસન્ન થયા હતા
અને આથી મહાત્માએ ઠાંગા વિસ્તારમાં બેસવા માટે માતાજીને આવવાન કરતા દેવ દિવાળીના દિવસે માતાજી અવતર્યા હતા.આપને જણાવીએ કે મહામાયા હિંગળાજ માતાજીના શંખ અને ત્રિશુલ આજના સમયમાં પણ મંદિરમાં જ બિરાજમાન છે અને તમે માતાજીની આ અલૌકિક મૂર્તિના દર્શન કરી શકો છો અને મંદિરમાં માતાજી શયન કરી રહ્યા હોય તે સ્વરૂપે બિરાજમાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment