પાટીદાર આંદોલનથી લોકો વચ્ચે ચાહના અને પ્રસિદ્ધિ મેળવનાર હાર્દિક પટેલ ની સામે તેના રાજનીતિ કરિયરમાં તેની સામે એટલા ગુના દાખલ થઈ ગયા છે કે હવે તેને તે તમામ ગુનાઓ નડી રહા છે. હાર્દિક પટેલની સામે ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ જાહેરનામા ભંગ
જેવા સામાન્ય ગુના થી લઈને રાજદ્રોહ સુધીના ગંભીર ગુનાઓ દાખલ થયા છે. હાર્દિકના પાસપોર્ટ ને કોર્ટમાં જમાં કરાવવામાં આવ્યું છે અને તેની શરતોને આધીન જામીન અરજી અગાઉ મંજૂર કરવામાં આવી હતી.
જામીન અરજી ની અંદર શરતો કોર્ટ આપી હતી કે હાર્દિક કોર્ટની પરવાનગી લીધા વિના ગુજરાત નહીં છોડી શકશે.કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની કાયમી છૂટ મુદ્દે હાઇકોર્ટમાં કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ બે દિવસ પહેલા અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ને પંદર દિવસ માટે ગુજરાત બહાર જવાની મંજુરી આપવામાં આવી હતી.
જેની સામે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરીને ગુજરાત બહાર જવાની કાયમી છૂટ આપવા માટે માંગણી કરી હતી અને આ અરજીને હાઇકોર્ટ રિજેક્ટ કરી દીધી છે.બે દિવસ પહેલા શરતમાં રાહત મેળવવા માટે.
હાર્દિક ના વકીલ વતી કોર્ટ માં એક પીટીશન દાખલ કરાઈ હતી.જેમાં હાર્દિક ને તેના અંગત કારણસર કામથી ગુજરાતની બહાર જવાની જરૂર ઊભી થઈ હોવાથી તેને કોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી.
જેમાં કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતા સરકાર વતી હાજર થયેલા વકીલ તેમજ હાર્દિકના વકીલે પોત પોતાની દલીલો રજૂ કરી હતી. જેમાં નામદાર કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ હાર્દિકની ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી અને શરતોને આધીન મંજુર કરી દેવાનો હુકમ જાહેર કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment