સુરતના કતારગામ વિસ્તારમાં આમ પાર્ટી સુરતના કાર્યકર્તાઓ દ્વારા એક રેડ પાડવામાં આવી હતી.જે ઘરે ઘરે ગેસના બાટલાની ડિલિવરી કરવામાં આવતી હતી તેમાં 30 કિલો બાટલાનો વજન મળવો જોઈએ તેની બદલે દરેક બાટલાના 2 થી 3 કિલો વજન માં ઘટાડો જોવા મળ્યો હતો.ગેસ ઓછો મળી રહો હતો તેની ફરિયાદ મળી રહી હતી તે ફરિયાદના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ટેમ્પા ચાલક ડિલિવરી કરતા હોય.
ત્યાં સુરત આપ ના કાર્યકર્તાઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી.ત્યાં જઈ આ લોકોની જે આંશકા હતી તે બિલકુલ સાચી ઠરી છે.મ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સવારે વહેલા ગેસના બાટલા ને ટેમ્પામાં ભરવાથી લઈને ડીલેવરી સુધીની રાહ જોયા બાદ તેઓએ આ કોભાંડ પકડ્યું છે.
અને કતારગામ પોલીસ અને પુરવઠા વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દિનેશ જીકાદરા જણાવ્યું કે તેઓ છેલ્લા એક મહિનાથી આ કૌભાંડનો પર્દાફાશ કરવાની પ્રયત્ન કરી રહ્યા હતા.
તેઓના જણાવ્યા મુજબ કતારગામ વિસ્તારમાં તેઓ 150થી 200 જેટલા ઘરની મુલાકાત લીધી હતી. ત્યાં પણ વજન ઓછું નીકળ્યું હતું તેને ધ્યાનમાં લઈને આજરોજ તેઓએ આ કૌભાંડ પકડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment