સરદાર સરોવર નર્મદા ડેમમાં જળવિદ્યુત મથક પર દરરોજ આટલા કરોડનું વીજળી ઉત્પાદન થાય છે, જાણો વિગતે.

Published on: 9:55 pm, Fri, 4 June 21

ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ આવેલ છે. આ ડેમની જળ સપાટી 2 જૂન 2021 ના રોજ સવારે 08:00 કલાકે 123.01 મીટર નોંધાઇ છે. હાલમાં દરરોજ રીવરબેડ પાવરહાઉસ માંથી વિજય ઉત્પાદન થઈ રહ્યું છે.

જેના કારણે જળ સપાટીમાં આશરે 20 થી 25 સેમી નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે અને આ સમયે સરદાર સરોવરની સપાટી 125 મીટર ની હતી.

હાલમાં સરદાર સરોવર 200 મેગા વોલ્ટની ક્ષમતા વાળા 6 યુનિટ દરરોજ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવામાં આવે છે. આ પરથી જાણવા મળે છે કે સરદાર સરોવરમાં હાલમાં દરરોજ 2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે.

આ વીજળી ઉત્પાદન માં દરરોજ આશરે 42 હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ જ રીતે કેનાલ હેડ પાવર હાઉસમાં 50 મેગા વોટની ક્ષમતા વાળા રે હાલમાં 3 જેટલા યુનિટ વીજળી ઉત્પાદન માટે કાર્યરત કરીને ઉપયોગમાં લેવાય.

દરરોજ આશરે 50 લાખની કિંમતના 25 લાખ યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. દરરોજ 15500 પાણી વીજળી ઉત્પાદન માટે નર્મદાની મુખ્ય કેનાલ મારફતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છોડવામાં આવે છે. જેનો ઉપયોગ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પીવાલાયક પાણી માટે લેવા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સરદાર સરોવર નર્મદા ડેમમાં જળવિદ્યુત મથક પર દરરોજ આટલા કરોડનું વીજળી ઉત્પાદન થાય છે, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*