‘રામ રાખે તેને કોણ ચાખે’ તેવું જ થયું આ બિલાડી સાથે – જુઓ વિડિયો

53

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. બિલાડી ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકોએ એક બિલાડી નો જીવ બચાવ્યો છે.

હકીકતમાં આ સમગ્ર ઘટના એક ફુટબોલ મેચ દરમિયાન બને છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ફુટબોલ મેચ ચાલી રહી છે. ત્યારે અચાનક સ્ટેડિયમને ટોચના બેનર પણ એક બિલાડી લટકતી જોવા મળે છે.

ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા લોકોની નજર લટકતી બિલાડી પર જાય છે. તેવામાં જ અચાનક બિલાડી નો હાથ ત્યાંથી સરકી જાય છે અને બિલાડી સ્ટેડિયમમાં નીચે પડે છે.

ત્યારે સ્ટેડિયમમાં નીચે ઊભેલા કેટલાક દર્શકોએ અમેરિકન ધ્વજને ફેલાવીને બિલાડીને ધ્વજ ની અંદર પકડી લીધી હતી. જેના કારણે બિલાડી નો જીવ બચી જાય છે. ખરેખર આ સમગ્ર ઘટના નું દ્રશ્ય અદ્ભુત હતું.

આ જોઈને ત્યાં હાજર હજારો લોકો આનંદમાં કૂદી પડે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના ફોનના કેમેરામાં કેદ કરી લીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!