ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજ રોજ વહેલી સવારે બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજસ્થાનના અલવર શહેરમાં વહેલી સવારે હાર્ટ એટેક આવવાના કારણે એક વેપારીનું દુઃખદ નિધન થયું છે.
વેપારી વહેલી સવારે જયપુર જવા માટે જંકશન પર પહોંચ્યા હતા અને અહીં તેમને ટિકિટ લીધી હતી. પછી થોડીક વાર બાદ અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી 40 મિનિટ સુધી વેપારી જંકશન પર તડપતા રહ્યા. પછી તેમનું મોત થયું હતું.
ઘટનાને લઈને પરિવારના સભ્યોએ કહ્યું કે, જો સમયસર તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોત તો તેમનો જીવ બચી ગયો હોત.વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વેપારીનું નામ સતીશકુમાર પાંડે હતું અને તેમની ઉંમર 50 વર્ષની હતી. સતીશ કુમારનું મોત થતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર સતીશકુમાર જયપુર જવા માટે નીકળ્યા હતાં. પછી રેલવે જંકશન પર તેમને લગભગ પોણા સાત વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા પછી 7:30 સુધી સતીશ કુમારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ન હતા. તેઓ ત્યાં જ તડપી રહ્યા હતા. પછી પરિવારના સભ્યો જંકશન પર પહોંચી આવ્યા હતા.
ત્યારબાદ સતીશકુમારને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સતીશ કુમારને મૃત જાહેર કર્યા હતા. જો સતીશ કુમારને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હોત તો આજે તેમનો જીવ બચી ગયો હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment