આ રિપોર્ટમાં પ્રધાનમંત્રી મોદી ના બાંગ્લાદેશના પ્રવાસને લઇને થયો મોટો ખુલાસો, રચવામાં આવ્યું હતું મોટું ષડયંત્ર

Published on: 5:00 pm, Tue, 30 March 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા અઠવાડિયે બાંગ્લાદેશની રાજધાની કાકા પ્રવાસે હતા અને તેના બે દિવસ પહેલા ગુપ્તચર રિપોર્ટની તરફથી મોટાપાયા પર હિંસા ની ચેતવણી આપી દેવાઈ હતી. બાંગ્લાદેશના ગુપ્તચર રિપોર્ટમાં કહ્યું હતું કે પોલીસ, મીડિયા અને સરકારી પ્રતિષ્ઠા નો પર મોટાપાયે હુમલો કરવાની તૈયારી કરાઇ હતી.

રિપોર્ટમાં કહેવાયું હતું કે પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન જમાત એ ઈસ્લામી એ મોટાપાયા પર હુમલો કરવા માટે મોટી માત્રામાં નાણાંની ચુકવણી કરાઇ હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે જમાતની કોશિશ હતી.

કે મોદીના પ્રવાસ દરમ્યાન શેખ હસીનાના નેતૃત્વ વાળી સરકાર પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉઠાવી શકાય.પ્રધાનમંત્રી મોદી 26 અને 27 માર્ચ ના રોજ બાંગ્લાદેશના પ્રવાસે હતા.

ગુપ્તચર રિપોર્ટમાં જમાત એ ઇસ્લામી અને હિફાજત એ ઇસ્લામના નેતાઓની માલિકીવાળી તમામ રેસીડેન્સીયલ હોટલોમાં દરોડા પાડવાની ભલામણ કરાઈ હતી. તેમાં કહ્યું હતું કે જો જરૂર પડે તો કેટલીક ધરપકડ થવી જોઈએ.

જમાત ની માલિકીવાળી અચલ સંપત્તિ,હોસ્પિટલ,વીમા, મદરેસાએ, કોર્પોરેટ્સ બિલ્ડિંગમાં દરોડા પાડવા જોઈએ.તમામ બિઝનેસ પ્રતિષ્ઠાનો બંધ કરવા માટે કહેવું જોઇએને રિપોર્ટમાં આગળ કહ્યું કે.

જમાત એ ઇસ્લામના લોકોએ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખતા 60 ટકા અનુયાયીઓને રાજધાની ઢાકામાં સ્થળારિત કરવા માટે કહ્યું હતું. પરિણામે ઈસ્લામી વિદ્યાર્થી સંગઠન, જમાતની મહિલા વિંગ અને ઇસ્લામિક શેડો સંગઠન ના સભ્યોએ ઢાકા માં પ્રવેશ કર્યો હતો.

આ બધાની વચ્ચે અન્ય ગુપ્તચર રિપોર્ટમાં કહ્યું કે જમાત હિફાજત અને વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પ્રધાનમંત્રી શેખ હસીનાને તોડી પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સિવિલ સોસાયટીના સભ્યોએ આરોપ મૂક્યો.

કે જે રીતે આ સંગઠન વિરોધ પ્રદર્શનોને અંજામ આપી રહ્યા છે.તેના હેતુ પરથી સ્પષ્ટ થાય છે અને કે દેશની શાંતિ અને પ્રગતિ માં અડચણ ઊભી કરવા માંગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ રિપોર્ટમાં પ્રધાનમંત્રી મોદી ના બાંગ્લાદેશના પ્રવાસને લઇને થયો મોટો ખુલાસો, રચવામાં આવ્યું હતું મોટું ષડયંત્ર"

Leave a comment

Your email address will not be published.


*