વેક્સિન લેવાની તારીખ માં સરકારે આપી રાહત, હવે આ દિવસ સુધીમાં લઈ લેવી પડશે વેપારઓએ રસી…

95

ગુજરાતમાં કોરોના ની બીજી ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ની બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે હવે કોરોના થી બચવા માટે બે જ ઉપાય છે. જેમાં એક કોરોના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને બીજો કોરોના ની રસી ફરજિયાત લેવી પડશે.

જ્યારે રાજ્યમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓ ના કર્મચારીઓ માટે કોરોના ની રસી ફરજિયાત લેવાની સમયમર્યાદાની તારીખ 15 મી ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌપ્રથમ વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓ ના કર્મચારીઓને રસી લેવા માટે નો સમય 31 જુલાઈ નો હતો જે પૂર્ણ થઇ ગયો છે.

પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને તે સમયને 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. સૌપ્રથમ વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓ ને 31 જુલાઈ સુધી ફરજિયાત નહીં લેવાનો રાજ્ય સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલાને લઈને રાજ્ય સરકાર દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આમ છતાં પણ રાજ્ય સરકારે જે લક્ષ્યાંક ધાર્યો હતો એ પૂરો થઈ શક્યો નથી. વેપારીઓ રસી લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે અને પોતાનો ધંધો છોડીને રસી લેવા માટે કેન્દ્ર પર જઈ રહ્યા છે.

પરંતુ રાજ્યમાં રસીનો ડોઝ મર્યાદિત હોવાના કારણે અનેક વેપારીઓ અને હજુ સુધી કોરોના ની રસી આપવામાં આવી નથી. જેના કારણે સરકાર પણ સમજી ગઈ છે કે સમય મર્યાદા વધારવા સિવાય તેમની પાસે કોઈ પણ પ્રકારનો ઉપાય છે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!