સરકારી હોસ્પિટલોમાં અવાર-નવાર દર્દીઓ પ્રત્યેની બેદરકારીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે એક એવી જ ઘટના રાજસ્થાનની સરકારી હોસ્પિટલમાં થી સામે આવી છે કે જ્યાં એક MBSમાં મહિલા દર્દીની આંખ ઉંદરે કોતરી ખાધી છે. જે બેદરકારીને પગલે જવાબદાર કોને ગણી શકાય. આ ઘટનાને લઇને હોસ્પિટલમાં ભારે વિવાદ ચર્ચાઈ રહ્યો છે ત્યારે ડોક્ટરની ટીમ પણ તાત્કાલિક પહોંચી અને મહિલાનું ડ્રેસિંગ કર્યું હતું.
ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે એક નિવેદન પણ આપ્યું છે કે જ્યાં ખાવાની વસ્તુ હોય છે. ત્યાં ઉંદરો આવે છે ત્યારે આવું બન્યું. સમગ્ર ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો જીબીએસ સિન્ડ્રોમથી પીડિત યુવતી જે 45 દિવસથી MBS હોસ્પિટલમાં દાખલ હતી. તે દરમિયાન મહિલાના પતિએ કહ્યું હતું કે પત્નીને પેરાલીસીસ એટલે કે લકવાના હુમલા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
તેથી ન્યુ આઈસીયુમાં પણ દાખલ કરાઈ હતી તે તેની ગરદન હલાવી શકતી ન હતી અને વાત કરીએ તો લગભગ 42 દિવસ થી વેન્ટિલેટર પર જ હતી. તેના પતિ દેવેન્દ્ર એ વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે તેના પત્નીના ચહેરા પર કપડું લગાવ્યું હતું. જ્યારે તે રડવા લાગી હતી તેથી તરત જ મેં કપડું કાઢી જોયું તો ચહેરા પર લોહીલુહાણ થઈ ગયેલી હાલતમાં હતી. ત્યારે તરત જ સ્ટાફ અને ડોક્ટરને જાણ કરી.
ત્યારે ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ જંતુએ કર્યો હશે ત્યારે મહીલાનાં પતિ દેવેન્દ્ર એ વધુમાં કહ્યું કે હું ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરી શક્યો નહીં અને તરત જ મારી પત્નીની આંખો પર લોહી હતું. તેથી પાપણ બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી કોઈપણ પ્રકારે જંતુ ના ડંખ જેવું લાગતું ન હતું ત્યારે તબીબોએ રાત્રે સારવાર કરી હતી. તે દરમ્યાન સવારે ફરી વખત ડોક્ટર આવીને મારી પત્નીને સારવાર કરી ડ્રેસિંગ કર્યું હતું.
આ ઘટનાને લઇને હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર એવા સમયે તમને જાણ થઈ ત્યારે તેમણે જણાવ્યું કે દર મહિને તેઓ હોસ્પિટલમાં પેસ્ટીસાઈડ નિયંત્રણ કરાવે છે અને હજુ પણ તે ચાલુ જ છે. અમે ઝીણવટ ભરી તપાસ કરીશું ત્યારે પેસ્ટ કન્ટ્રોલ પછી પણ આ ઘટના બની છે. તેથી જવાબદારી અમારી અમારા સ્ટાફની જ કહી શકાય.
ત્યારે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે સ્ટ્રોક યુનિટમાં ઉંદર ક્યાંથી આવ્યા અને આવી ઘોર બેદરકારી નો જવાબદાર કોણ બનશે ત્યારે અનેક સવાલોના જવાબ માટે તપાસ કરવામાં આવશે અને એવું જાણવામાં આવ્યું છે કે જ્યાં ખાવાનું હોય છે ત્યાં અંદર આવે છે. તેથી પેશન્ટ પણ પોતાની સાથે ખાવા-પીવાનું રાખતા હોય છે જેના લીધે આવુ બન્યુ ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરાઇ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment