કપાસ ની કિંમત ટેકાના ભાવ કરતાં પણ ઉચે ચડી, કપાસના ભાવમાં મોટો વધારો.

Published on: 9:32 am, Sun, 17 January 21

કપાસ ની કિંમત ટેકાના ભાવ કરતાં પણ ઊંચી બોલાય રહી હોવાથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ક્વોલિટી રો કોટન ની ખરીદી લગભગ અટકાવી દીધી છે. જે પણ થોડી ઘણી ખરીદી ચાલુ છે તે ગ્રામ્ય વિસ્તારોમાં થઇ રહી છે.

એમ સીસીઆઇના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૬ હજારની આસપાસ બોલાઇ રહ્યા છે જ્યારે ટેકાનો ભાવ સારા પાક માટે રૂપિયા 5825 નક્કી કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 210 લાખ ગાંસડીની આવક થઈ ચૂકી છે.ને 145 થી 150 લાખ ગાંસડી ખેડૂતો પાસે પડી હોવાનો અંદાજ છે.સી.સી.આઈએ અત્યાર સુધી વર્તમાન મોસમમાં 85 લાખ ગાંસડી પૂરી કરે છે અને .

બીજી 8 થી 10 લાખ ગાંસડીની ખરીદી કરે તેવી શક્યતા છે.આવું સીસીઆઇના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.મોસમના પ્રારંભમાં 100 થી 125 લાખ ગાંસડી ની ખરીદી નો ટાર્ગેટ રખાયો હતો અને કોરોનાની અસર માંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું છે.

ત્યારે તેની સાથે કપાસની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.કાપડ મિલો પણ રાબેતા મુજબ કામ કરવા લાગી છે અને ભારતના કપાસની બાંગ્લાદેશ, ચીન તથા અન્ય દેશમાં માંગ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!