દેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં થોડા દિવસોમાં જ મુખ્ય સ્તરે મોટા ફેરફાર થઈ શકે છે. ઘણા રાજ્યોમાં સંગઠનને લઈને તેની અસરો જોવા મળી શકે છે. કોંગ્રેસ પાર્ટી નું દિવસેને દિવસે વર્ચસ્વ ઘટી રહ્યું છે તે માટે હવે કોંગ્રેસ પાર્ટી સક્રિય મૂડ માં આવતી જોવા મળી રહી છે.
માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીમાં મોટા મોટા ફેરફાર માટે ત્રણ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યા છે. માહિતી મુજબ આ વખતે પાર્ટીના અધ્યક્ષ ગાંધી પરિવારની બહારનો હોઈ શકે છે.
જો રાહુલ ગાંધી હજુ પણ પરિવારમાંથી બહારના કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવાની વાત પર અડેલા છે આ સ્થિતિમાં મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તૈયાર કરી શકે છે.
અને બીજા ફોર્મ્યુલામાં 2024 સુધી પૂર્ણ કાલિક અધ્યક્ષ બનાવવા માટે સોનિયા ગાંધીને પાર્ટી આગ્રહ કરી શકે છે. અને ત્રીજા ફોર્મ્યુલામાં રાહુલ ગાંધી ફરીથી પાર્ટીના અધ્યક્ષ બની શકે છે.
પાર્ટીમાંથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પાસે કોંગ્રેસ પાર્ટી નેતૃત્વ કરવાની સત્તા નો વિકલ્પ હતો પરંતુ તેઓ હજુ તૈયાર નહોતા.
આ ઉપરાંત હરિયાણા ની વાત કરીએ તો તેમને દિલ્હીમાં ભારતીય રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ સાથે મુલાકાત કરી અને તેમની માંગ છે કે શેલજા ને હટાવી ને ભુપેન્દ્રસિંહ હુડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment