રાજ્યમાં લોકડાઉન અંગે લોકોની મૂંઝવણ દૂર થઈ, રાજ્યની રૂપાણી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય.

105

રાજ્યમાં આ વાઇરસની ચેન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવો કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં.

29 સહિત અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવશે આ ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો બંધ રાખવામાં આવશે.

રાજ્યના 29 શહેરોમાં કર્ફ્યુની મર્યાદા પૂર્ણ થઇ રહી છે ત્યારે આજે સાંજે કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નિર્ણય રાત્રી કરફ્યુ ની મુદત વધારાશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે રાજ્યમાં લોકડાઉન લાગવાની આપવાને લઇને જનતાની મૂંઝવણ દૂર કરી હતી ત્યારે આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણય બાદ રાત્રિ કરફ્યુ કે લોકડાઉન બંનેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જૂનાગઢમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા જ્યાં તેમને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

અને ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે મેયર, જિલ્લા કલેકટર, કમિશનર અને આરોગ્ય અધિકારી સહિત સાથે કોવિડ 19 ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!