જનતાના ખીચા થશે ખાલી, દેશમાં આજે ફરી એક વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ…

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને જનતા કંગાળ થઈ રહી છે. તેઓ સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો. આજરોજ પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલનો ભાવ 17 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ સેન્ચ્યુરી મારી દીધી છે. આજ રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100.21 રૂપિયા એ પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 89.53 રૂપિયા પહોંચ્યો છે. દિલ્હીની સાથે કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે.

ભોપાલમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.52 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 98.30 રૂપિયા પહોંચ્યો છે. પટનામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.40 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.99 રૂપિયા પહોંચ્યો છે.

ચંદીગઢમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.37 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 89.16 રૂપિયા પહોંચ્યો છે. બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 103.56 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.89 રૂપિયા પહોંચ્યો છે.

લખનઉમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.33 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 89.92 રૂપિયા પહોંચ્યો છે. છેલ્લા સાત વર્ષના પેટ્રોલના ભાવની વાત કરીએ તો 2014માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 66.09 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 50.32 રૂપિયા હતો.

2015માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 61.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર ભાવ 46.87 રૂપિયા હતો. 2016માં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 64.70 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 53.28 રૂપિયા હતો. 2017માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 69.19 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર વાવ 59.08 રૂપિયા હતો.

2018માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 78.09 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 69.18 રૂપિયા હતો. 2019 ના પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 71.05 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 60.02 રૂપિયા હતો. 2020 માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 76.32 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 66.12 રૂપિયા હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*