ગામના લોકોએ ભાજપના ધારાસભ્યને ચલાવ્યા ગટરના પાણીમાં, ધારાસભ્ય જીત્યા બાદ એક પણ વખત… જુઓ વિડિયો.

105

હાલમાં આગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણી આવવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે ઉત્તર પ્રદેશના હાપુસ ગામના એક ભાજપના ધારાસભ્ય નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

ભાજપના ગઢ ના ધારાસભ્ય કમલ મલિકનો જનતાએ ખૂબ જ વિરોધ કર્યો હતો. ગામડાના લોકો દ્વારા ભાજપના ધારાસભ્યને રસ્તા પર ભરેલા ગટરના પાણીમાં ચલાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગામડાના લોકોનું કહેવું છે કે ધારાસભ્ય બન્યા બાદ ચાર વર્ષ સુધી તેઓ ગામડામાં દેખાયા પણ ન હતા.

અને આ વિસ્તારોમાં કોઈપણ નું વિકાસ નું કામ કર્યું નથી. જ્યારે ગામડામાં એક સભા ભરાય ને સંબોધન કરવા માટે ભાજપના ધારાસભ્યોએ ઊભા થયા તો, જનતા દ્વારા ભાજપના ધારાસભ્યને ન સંભળાવવાનું સંભળાવી દીધું. આ ઉપરાંત ગામના લોકો સભા મૂકીને ચાલ્યા ગયા અને આ જોઈને ધારાસભ્યોને પાછું ફરવું પડયું છે.

મળતી માહિતી મુજબ જ્યારે ભાજપના ધારાસભ્ય ગામડે પહોંચી અત્યારે આ ગામના લોકોએ તેમને પોતાની તકલીફ જણાવી હતી. એટલું જ નહીં ગામના લોકો દ્વારા ભાજપના ધારાસભ્ય નો હાથ પકડીને ગામના રસ્તા પર ભરાયેલા ગટરના પાણીમાં ચલાવવામાં આવ્યા હતા.

ગામડાના લોકોનું કહેવું છે કે તમે જીત્યા બાદ એક પણ વખત ગામડામાં આવ્યા નથી. રસ્તા તો બનાવ્યા પણ પાણી નિકાસ માટેની કોઈ પણ વ્યવસ્થા જ નથી. ત્યાર બાદ રસ્તા પર ગટરનું પાણી ભરાઈ જાય છે.

તે જ સમયે ધારાસભ્ય ગામડામાં મુલાકાતે આવ્યા ત્યારે ગામડાના લોકો દ્વારા ધારાસભ્ય ને હાથ પકડીને ગટરના પાણીમાં બેથી ત્રણ રાઉન્ડ મરાવ્યા. ભાજપના ધારાસભ્ય ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!