રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટી ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા એ મિડિયા ને સંબોધતા જણાવ્યું કે મને ગુજરાતનો સુપ્રભારી બનાવીને અરવિંદ કેજરીવાલ યુવાન ખંભા પર મોટી જવાબદારી મૂકી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા માર્ગ પર ચાલીને અને પ્રામાણિકતાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું. પોતાની પાર્ટીની
અપેક્ષા ઉપર ખરો ઉતરી શકું અને ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને હું યુવા પેઢીમાંથી આવું છું અને મારી ઉંમરના જેટલા પણ લોકો હશે એમને અત્યાર સુધી ભાજપનું શાસન જોયું જ છે અને ભાજપથી કંટાળી ગયા છે અને દરેક ગુજરાતીઓના મનમાં ત્રણ વસ્તુ છે પરિવર્તન પરિવર્તન અને પરિવર્તન.તેઓએ વધુમાં કહ્યું કે આજે આ
પવિત્ર ધરતી પર સરદારની ગાંધીબાપુની ધરતી પર આપણે બધા વાત કરતા હું એક મહત્વની વાત કહેવા માગું છું કે દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક પાર્ટીની સરકાર હતી જ્યારે 15 વર્ષ પછી ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની પાર્ટીને નકારી પાર્ટીને મોકો આપ્યો
અને એના પછી દિલ્હી વાસીઓ કેજરીવાલને આઇ લવ યુ કહે છે અને ઝાડુ નું બટન દબાવે છે. પંજાબમાં પણ લોકોએ 50 વર્ષથી ચાલતી પાર્ટીને બાજુ પર મૂકીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે. મને વિશ્વાસ છે કે 2022 ની ચૂંટણીમાં ગુજરાતની જનતા 27 વર્ષ જૂની પાર્ટીને ઉખાડીને ફેંકી દેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment