સુરાપુરાના દર્શન કરીને ઘરે આવતા પટેલ પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત… પિતા અને પુત્રનું એકસાથે દર્દનાક મોત…

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ખાચરિયા ગામ નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રકે એક બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. અક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

જ્યારે માતા અને દીકરી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા બાપ દીકરાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર 33 વર્ષના હરેશભાઈ લાલજીભાઈ ક્યાડા નામના વ્યક્તિ પોતાની પત્ની, 13 વર્ષનો દીકરો જય અને દીકરી સાથે સરધાર સુરાપુરાના દર્શન કરવા માટે ગયા હતા.

અહીં દાદાના દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર હરેશભાઈ અને તેમના 13 વર્ષના દીકરા જઈને ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે હરેશભાઈની પત્ની અને તેમની દીકરી ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસ અને 108 ની ટીમને કરી હતી.

પછી 108 ની મદદ થી ઈજાગ્રસ્ત થયેલી મહિલા અને તેની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે મૃત્યુ પામેલા બાપ-દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ પટેલ પરિવાર પર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*