મોડી સાંજે બાઈક લઈને ઘરે આવતા એક જ ગામના બે યુવકનું અકસ્માતમાં દર્દનાક મોત, ચૌહાણ પરિવાર અને ચાવડા પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ ગામના બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની ઘટના હાલોલ અરાદ રોડ ઉપર અભેટવા પાસે બની હતી. અહીં એક બાઈક અને ઇકો કાર વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. મૃત્યુ પામેલા બંને યુવકો સારા મિત્રો હતા. એક જ ગામના બે યુવકોના મૃત્યુ થતા મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે. બંને મિત્રો મોદી સાંજે નોકરી પરથી બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. બંને યુવકોના મૃતદેહને હાલોલ રેફરલ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના ગઈ કાલે રાત્રે બની હતી. મૃત્યુ પામેલા બંને યુવકો ઈંટવાડી ગામના રહેવાસી હતા. ઘટનાના દિવસે બંને મિત્રો મોડી સાંજે બાઈક લઈને પરત ફરી રહ્યા હતા.

ત્યારે હાલોલ તરફથી આવી રહેલી ઇકો કારે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેના કરુણ મોત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં બાવીસ વર્ષીય અલ્કેશ શાંતિલાલ ચૌહાણ અને 20 વર્ષીય રોહિત રણછોડભાઈ ચાવડાનું કરુણ મોત થયું છે.

અકસ્માતની ઘટનામાં એક જ ગામના બે યુવકોના મોત નીપજતા ગામમાં ઘેરો શોખ પ્રસરી ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. મળતી માહિતી અનુસાર બાઈક અને GJ 01 HT 3551 નંબરની ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*