રેસ્ટોરન્ટમાં કામ કરી રહેલા બે યુવકોનું તડપી તડપીને દર્દનાક મોત… બંનેના મોતનું કારણ જાણીને રુવાડા બેઠા થઈ જશે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મજૂરી કામ કરતાં 4 યુવકો સાથે કંઈક એવું બન્યું કે બે યુવકોને દર્દનાક મોત મળ્યા છે. વિગતવાર વાત કરીએ તો કામ કરતી વખતે ચારેય મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હતો. જેના કારણે બે મજૂરોના મોત થયા છે અને બે મજૂરોની હાલત ગંભીર છે અને તેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

बारां के अंता में होटल हाईवे किंग रेस्टोरेंट के पास लोहे की सीढ़ी को ऊंचा करने के दौरान 11 KV लाइन की चपेट में आने से दो मजदूरों की मौत हो गई। दो मजदूर झुलस गए हैं।

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા મજૂરના પરિવાર જનવએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો ઘટનાની માહિતી મળતા તાત્કાલિક પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા મજૂરના પરિવારજનોને સમજાવ્યા હતા. આ ઘટના રાજસ્થાનમાં બુધવારના રોજ બપોરના 12:00 વાગ્યાની આસપાસ બની હતી.

हादसे की सूचना के बाद मौके पर पहुंची पुलिस ने जायजा लिया।

જાણવા મળી રહ્યું છે કે કિંગ ફેમેલી નામના રેસ્ટોરન્ટમાં આ દર્દનાક ઘટના બની હતી. હોટલના ચાર કામદારો એક લોખંડની સીડી ઉચકી રહ્યા હતા. સીડી લઈને તે લોકો જતા હતા, ત્યારે તેમની લોખંડની સીડી 11kv પાવર લાઇન ના વાયરને અડી ગઈ હતી. જેના કારણે ચારેય કામદારોને જોરદાર કરંટ લાગ્યો હતો.

घटना की सूचना के बाद हॉस्पिटल पहुंचे मृतकों के परिवार वालों ने हंगामा किया।

સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કામદારોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે 25 વર્ષના રામ સ્વરૂપ અને 20 વર્ષના મહેશ નામના યુવકને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

બંને મજૂરોના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલે પહોંચી આવ્યા હતા. પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાર પછી હોસ્પિટલે પહોંચેલી પોલીસે પરિવારના સભ્યોને શાંત પાડ્યા હતા. પછી મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

મૃત્યુ પામેલા મહેશના ભાઈઓ જણાવ્યું કે, મહેશના લગ્ન ગયા વર્ષે મે મહિનામાં થયા હતા, તે ઘરમાં સૌથી મોટો હતો. તે મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*