સુરતમાં કારખાનામાં કામ કરતા બે કામદારોનું એક જ ઝટકામાં દર્દનાક મોત, કામદારો સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

ગુજરાત રાજ્યમાં સુરત શહેરમાંથી વધુ એક આકસ્મિક ઘટના સામે આવી છે, સુરતમાં આવેલા કામરેજ ના ખોલવડ ગામમાં આવતીકાલે એક ખૂબ જ મોટી દુઃખદ ઘટના સર્જાઈ હતી. ખોલવડ ગામમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં બે શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા છે. બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,

અને બીજી તરફ પોલીસ દ્વારા કારખાના ના માલિક અને મૃતકોના પરિવારજનોની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મળેલી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો કામરેજમાં આવેલા ખોલવડ ગામમાં એમ્બ્રોઈડરી મશની હાઈટેશનની લાઈનને અડી જતા બે શ્રમિકોના મોત નીપજ્યા છે.

બે શ્રમિકો મશીન પકડીને ઉભા હતા અને તેમને જોરદાર કરંટ લાગતા બંનેના કરુણ મોત થયા છે. મશીનની ફેર બદલી માટે બારીની બહાર એક ભાગ કાઢતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ તરત જ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સતીશકુમાર રાજપુત અને ભગવાન સિંહ રાજપુત છે. કામરેજમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં બે કારીગરને લાગેલ કરંટની આ સમગ્ર દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ સમગ્ર ઘટના ના હજમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે માત્ર એક સેકન્ડમાં જ કરંટ લાગતા કારીગર જમીન પર ઢળી પડે છે અને તેનું મોત નીપજે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*