હાલમાં પાટણના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. અહીં સોમવારના રોજ સાંજના સમયે બે કારીગરો મકાનના ધાબા પર લોખંડનો કઠેડો બનાવી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક લોખંડનું કટીંગ કરી રહ્યો હતો. ત્યારે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
જેના કારણે તે ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો. પછી યુવકને તાત્કાલિક સારવાર માટે બીલીયા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ સિદ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી હતી.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ ઉમરા ગામના રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલ પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેમની સ્ટીલ ફેબ્રિકેશનની દુકાન સિધ્ધપુરમાં આવેલી છે. જેમાં તેઓ લોખંડના સિડી કઠેડા બનાવે છે. સોમવારના રોજ રાજેશભાઈ અને તેમનો કારીગર બંને સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામમાં આવેલ યોગેશભાઈ શંકરલાલ પટેલના મકાનમાં ટેરેસના ભાગે સીડીનો કઠેડો બનાવતા હતા
સાંજના લગભગ પાંચેક વાગ્યાની આસપાસ રાજેશભાઈ ગ્રાઈડર મશીનથી લોખંડ કાપી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો અને રાજેશભાઈ ત્યાં જ ઢળે પડ્યા હતા. ત્યારબાદ તેમની સાથે કામ કરતો તેમનો કારીગર રાજેશભાઈને તાત્કાલિક સારવાર માટે બીલીયા આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો હતો.
જ્યાં હાજર ડોક્ટરે રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ રાજેશભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. રાજેશભાઈ ના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે રાજેશભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment