આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક અજાણ્યા વાહનની ટક્કરના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં વ્યક્તિનું તેના નાના ભાઈની નજરની સામે મોત થયું હતું.
ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળિયા કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ ઘટના પાણીપતમાંથી સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો બે ભાઈઓ પોતાના ભાડાની રૂમ પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ભાઈ આગળ ચાલતો હતો અને બીજો ભાઈ તેની પાછળ ચાલતો હતો.
ત્યારે અજાણ્યા વાહન ચાલકે આગળ ચાલી રહેલા ભાઈને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જસબીર હતું અને તેની ઉંમર 45 વર્ષની હતી. નાનાભાઈ ની નજર ની સામે મોટાભાઈનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના 15 ઓક્ટોબરના રોજ બની હતી. પરંતુ 17 ઓક્ટોબરના રોજ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જસબીરનું મોત થતા જ 17 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment