ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે ગત બુધવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં 2 બહેનોના લગ્નમાં જઈ રહેલા ભાઈ સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે બહેનોની ડોલી ઊઠે તે પહેલા ભાઈની અર્થી ઉઠી.
વિગતવાર વાત કરીએ તો સાયલા તાલુકાના હડાળા ગામે સગા કાકાની બે દીકરીઓના લગ્ન બુધવારના રોજ હતા. હડાળા ગામના વતની અને બે બાળકોના પિતા ભવાનભાઈ ભીમાભાઈ રાજકોટ થી ચોટીલા આવી રહેલી પોતાની પત્નીને તેડવા માટે બાઈક લઈને બુધવારના રોજ સવારે ચોટીલા જવા માટે નીકળ્યા હતા.
ત્યારે રસ્તામાં મધરીખાડાના બોર્ડ નજીક રોંગ સાઈડમાં આવતા આઇસરે ભવનભાઈની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ભવાનભાઈને બુધવારના રોજ સવારે 10:00 થી 10:30 વાગ્યાની વચ્ચે ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં ભવાનભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. બે બહેનોની ડોલી ઉઠે તે પહેલા ભવાનભાઈનું મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર બંને બહેનોને વિદાય આપ્યા બાદ ભવાનભાઈની મૃતદેહની અંતિમ વિધિ માટે તેમને ગામમાં લાવવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિના સગા કાકાની બે દીકરીઓના બુધવારના રોજ લગ્ન હતા. જાન પણ ઘરે આવી ગઈ હતી અને અન્ય લગ્ન પ્રસંગમાં રાજકોટ ગયેલી પત્ની નણંદના લગ્ન હોવાથી ચોટીલા આવી રહી હતી.
ભવાનભાઈ પોતાની પત્નીને તેડવા માટે બાઈક લઈને ઘરેથી સવારે ચોટીલા જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં કાળ બનેલા આઇસરે ભવાન ભાઈની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ભવાનભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ભવાન ભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment