હાલ તો ઘણા માતા પિતા પોતાના દીકરા કે દીકરીને તેના ઉજ્વળ ભવિષ્ય અને કારકિર્દી માટે વિદેશ મોકલતા હોય છે.એવામાં જ હાલ આપણી સમક્ષ એક એવા સમાચાર સામે આવ્યા છે,જેમાં ગુજરાતની એક પટેલ પરિવારની દીકરીનું વિદેશની ધરતી પર ગમકવાર અકસ્માત થતાં મોત નીપજ્યું છે જેના કારણે પરિવારનો જીવ પણ તાળવે ચોંટી ગયો છે.
મળતી માહિતી મુજબ ગંભીર અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર દીકરી રહ્યા પટેલ કે જે બે મહિના પહેલા જ ગુજરાત થી સીડની માં પોતાના ઉચ્ચ અભ્યાસ માટે આવી હતી. આવી ગંભીર ઘટનાને લઈને ભારતીય ઓસ્ટ્રેલિયા કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહ ઓસ્ટ્રેલિયા થી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકઠા પણ કર્યા છે.
ત્યારે આ મૃત રિયા ના પિતરાઈ ભાઈ એવા શૈલેષ પટેલે જેવો ન્યુ સાઉથ વેલ્થ(NSW) માં રહે છે. તેમણે પણ આ ફંડ એકત્ર કરવાનું આયોજન ગોઠવ્યું હતું. ગંભીર ઘટનાને કારણે ફફરાટ પણ ફેલાયો છે. મૃતક રિયાની વાત કરીશું તો તે માત્ર 20 વર્ષની જ છે અને હજુ બે મહિના અગાઉ જ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે સીડની આવી હતી.
એવામાં જ 16 એપ્રિલના રોજ બપોર દરમિયાન રહ્યા તેના મિત્રો સાથે સીડનીથી વોલોમ-ગોંગ જઈ રહી હતી ત્યારે કારના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એ વાહન વીલ્ટન ખાતે પીઠન રોડ નજીક યુમ મોટરવેલ પર પલટી ખાઈ ગયું હતું. જેમાં રિયા પણ મોતનો ભોગ બની.વાત કરીએ તો પોલીસ અને એન એસ ડબલ્યુ એમ્બ્યુલન્સ પેરામેડિક્સના હજારો પ્રયત્ન કરવા છતાં રિયા નો જીવ બચ્યો નહીં
અને આ સમગ્ર ઘટના પછી રસ્તા ને પણ કોડન કરી દેવામાં આવ્યા હતા અને તમામ ટ્રાફિકને નરેલન આર.ડી કેમ્પ બેલ્ટાઉન ખાતે ડાયવર્ટ પણ કરી દેવાયા. આ ગંભીર અકસ્માત બાબતે રિયા ના પિતાએ ભાઈ શૈલેષ નું કહેવું છે કે ડ્રાઇવર અને અન્ય મુસાફરોને ગંભીર ઇજા થઈ છે.
જ્યારે રિયા પટેલનું કરુણ મૃત્યુ નીપજ્યું આવા આઘાતજનક સમાચાર તેના પરિવારને મળતાની સાથે જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ જ્યારે રિયા ના માતા પિતા અને તેના મિત્રોને આવા અચાનક આઘાતજનક સમાચાર સાંભળતાની સાથે તેમને ઊંડો આઘાત લાગ્યો અને આ રીયાના મૃતદેહને ભારત પાછું મોકલવા માટેની તમામ કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment