ગુજરાતમાં બનેલી હૈયુ હચમચાવી દેનારી એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનાને લઈને વાત કરીએ તો દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી. આ દરમિયાન દીકરી રમતા રમતા 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગાય હતી.
ત્યારબાદ તો ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ દ્વારકા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, 108 તથા ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. નવ કલાક બાદ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવી હતી.
પછી દીકરીને સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
મૃત્યુ પામેલી બાળકીનું નામ એંજલ હતું. દીકરી ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક જ તે બોરવેલ ની અંદર પડી ગઈ હતી. પછી ઘણી મહેનત બાદ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું અને દીકરીનું મોત થયું હતું.
માસુમ દીકરીનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી બાળકીની ઉંમર ત્રણ વર્ષની હતી. બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment