“ગોપાલ નમકીન” ના માલિક ગુજરાતના આ નાનકડા એવા ગામના છે, માત્ર 8000 રૂપિયા લઈને શરૂ કરેલી કંપની આજે 3,000 કરોડ રૂપિયા એ પહોંચી ગઈ…

મિત્રો તમને જણાવી દઈએ કે ગોપાલ નમકીનનું નામ ઘર ઘરમાં જાણીતી બની ગયું છે. તમે બધાએ ગોપાલ નમકીનની એક પ્રોડક્ટ તો જરૂર ટેસ્ટ કરી જ હશે. ગોપાલ નમકીનનું નામ 100 કરોડથી પણ વધારે સંપત્તિ ધરાવતી અમીરોની યાદીમાં આવ્યું છે. માત્ર થોડાક રૂપિયાથી શરૂ કરીને 1250 કરોડ સુધીની સફળ મારફતે ગોપાલ નમકીન આજે ગુજરાતની એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. ઘણા લોકોને આ વાતનો ખ્યાલ હશે અને ઘણા લોકો આ વાત નહીં જાણતા હોય.

મિત્રો તમને જણાવી દઈએ કે ગોપાલ નમકીન ના માલિક એવા બીપીનભાઈ હડવાણીનું મૂળ વતન જામકંડોરણાનું ભાદરા ગામ છે. તેઓએ પોતાનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પોતાના ગામમાં જ પૂર્ણ કર્યો છે. બીપીનભાઈના પિતા વિઠ્ઠલભાઈ નાનકડી એવી દુકાનમાં ફરસાણ બનાવતા હતા અને આખા ગામની અંદર વેચતા હતા. ફરસાણ બનાવવાનું બીપીનભાઈના પિતાનો જુનો વ્યવસાય હતો. બધા ભાઈઓને આ વ્યવસાય વારસામાં મળ્યો હતો. બારમા ધોરણમાં ત્રીજા વર્ષમાં નપાસ થયા બાદ બીપીનભાઈ આગળ ભણ્યા ન હતા.

1990 માં બીપીનભાઈ એકલા રાજકોટ આવ્યા હતા અને અહીં તેમને પાર્ટનરશીપમાં ગોકુલ બ્રાન્ડ નામની ફરસાણની કંપનીની શરૂઆત કરી હતી અને એક વર્ષની અંદર કામ શરૂ કરી દીધું. પરંતુ એક વર્ષ બાદ બીપીનભાઈ આ કંપની અને તેની બ્રાન્ડ તેના પાર્ટનરને આપી દીધી. 1994માં બીપીનભાઈ ગોપાલ બ્રાન્ડ નામનો એક અલગ બિઝનેસ શરૂ કર્યો. તેમને જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેમને માત્ર થોડાક રૂપિયાનું જ રોકાણ કરીને બિઝનેસ શરૂ કર્યો હતો.

તેઓ ઉધારમાં લોટ, તેલ અને બાકીના મરી-મસાલા લઈ આવતા. તેઓ જાતે જ ફરસાણ બનાવતા અને તેને પેકિંગ કરાવીને માર્કેટમાં વેચતા હતા. તેમાંથી જે પણ રૂપિયા મળે તેમાંથી ફરી એક વખત ફરસાણ બનાવતા અને આ રીતે બીપીનભાઈ પોતાના બિઝનેસની સાઇકલ શરૂ કરી હતી. ધીમે ધીમે બિઝનેસ આગળ વધતો ગયો તેથી તેમને હરીપર પાળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીની શરૂઆત કરી હતી.

ઓપ્ટ્રોઈના ખર્ચાને લીધે ઘણો બધો ખર્ચો વધી ગયો હતો. વિસ્તાર ડેવલોપ ન હોવાના કારણે તેઓએ આ ફેક્ટરીનો માલ સામાન વેચીને ફરી એક વખત સિટીમાં આવી ગયા. સાત વર્ષ સુધી તેમને સિટીમાં કામ કર્યું. ધીમે ધીમે તેમનો બિઝનેસ આગળ વધતો ગયો. તેમનો બિઝનેસ આગળ વધવાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ મશીન ખરીદવાના બદલે તેઓ જાતે જ આરએનડી કરીને બનાવ્યું હતું.

મશીનરી જાતે બનાવી તેથી બજારની સરખામણીમાં 80 થી 90 % જેટલી મશીનરી સસ્તી પડી હતી. બીપીનભાઇ
ને પોતાના પિતા પાસેથી એક વાત શીખવા મળી હતી. બીપીનભાઈ ના પિતાએ તેમને કહ્યું હતું કે આપણે ઘરમાં જેવું ખાઈએ છીએ તેવું જ ગ્રાહકને ખવડાવવું પડે. પિતાની આ વાત ધ્યાનમાં રાખીને બીપીનભાઈ પોતાનો ધંધો આગળ વધાર્યો.

2010માં બીપીનભાઈ મોડાસાની અંદર એક ફેક્ટરી લીધી હતી. આ ફેક્ટરી નું બધું બાંધકામ થયેલું હતું તેથી બીપીનભાઈ ને ઘણો બધો ફાયદો થયો. તેથી તેમનો ધંધો તરત જ શરૂ થઈ ગયું અને ધંધો ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. 2007 થી લઈને 2012 સુધી અઢી કરોડથી લઈને 250 કરોડ સુધી કંપની પહોંચી ગઈ. દર વર્ષે કંપનીમાં 250 કરોડનો ગ્રોથ થતો રહ્યો. તેમ કરી કરીને કંપની 1200 કરોડ સુધી પહોંચી ગઈ.

આજે કંપનીની બ્રાન્ડ વેલ્યુ 3,000 કરોડથી પણ વધારે છે. બીપીનભાઈ ના પત્ની દક્ષાબેન ગુજરાતમાં સૌથી વધુ ધનિક મહિલાઓમાં ત્રીજા ક્રમે આવે છે. છેલ્લા બે વર્ષથી બીપીનભાઈ નો પુત્ર રાજ પણ ઘણી બધી જવાબદારીઓ નિભાવી રહ્યો છે. નાગપુરમાં ગોપાલ નમકીન નો ખૂબ જ મોટો પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ અંદર 2000 થી પણ વધારે લોકોને રોજગારી મળે છે. ગોપાલભાઈ દિલ્હી, કોલકત્તા અને બેંગ્લોર ની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ બનાવવાની યોજનાઓ બનાવી રહ્યા છે. આ જ રીતે ગોપાલ નમકીન આજે ઘર ઘરમાં જાણીતું બની ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*