ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા 20 જિલ્લાઓમાંથી 18,95,501 ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. ગઈકાલે 31 ઓક્ટોબરના અરજી સ્વીકારવાના છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ અરજી કરી હતી. ખેડૂતોને હેક્ટરથી 10000 ની સહાય આપવામાં આવનાર છે.વાતમ સાહેબ એક્ટરની મળશે અને આગામી 15 દિવસમાં ખેડૂતોની સંપૂર્ણ રકમ ચૂકવાઇ જશે એવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ અરજી રાજકોટ જિલ્લામાંથી 2,13,977 આવી છે ત્યાર બાદ અમરેલી,ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાંથી અતિવૃષ્ટિ સહાય માટે અરજી કરી હતી.
અમદાવાદ જિલ્લામાંથી કુલ 71,766 ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ હેક્ટર દીઠ 10 હજારની સહાય માં 6800 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીના 3200 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે.છેલ્લા એક મહિનાથી અર્જુન સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે જેમાં 31 ઓક્ટોબરના છેલ્લા દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં 18.95 લાખથી વધુ અરજીઓ આવી ચૂકી છે.
અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 27 લાખથી વધુ અરજી આવશે તેવી ધરણા રાજ્ય સરકારે બાંધી હતી. મહત્વની વાત એ છે કે ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિમાં ખરીફ પાકને મોટાપાયે નુકસાન થવા પામી હતી.દિવસો સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા પાક ખોવાઈ ગયો હતો.
અને આ સ્થિતિમાં ખેડૂતોને મોટું નુકસાન રાજ્ય સરકાર દ્વારા મોટી સહાય જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના લાખો ખેડૂતોને રાતના સમાચાર એ છે કે પંદર દિવસમાં તેમની સંપૂર્ણ રકમ ચુકવી દેવામાં આવશે તેવો અધિકારીઓએ જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment