દિવાળીના તહેવાર પહેલા દેશના આ લોકો માટે આવ્યા મોટા ખુશી નાં સમાચાર, દિવાળી ની મળી સૌથી મોટી ભેટ

179

દેશના 8.8 લાખ બેંક કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ મળી છે. ઇન્ડિયન બેંક એસોસિએશન અને બેંક કર્મચારીઓની 9 યુનિયનો વચ્ચે સેલેરી માં 15 ટકાનો વધારો કરવા માટે સંમત થઇ ગયા છે અને આ નિર્ણયથી દિવાળી પહેલા 29 બેંકના કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર છે.નાણાકીય વર્ષ 2021 થી પરફોર્મન્સ લીંકડ ઈન્સેન્ટિવ ની શરૂઆત કરવામાં આવશે અને આ સિવાય એનપીએસ.

એટલે કે નવી પેન્શન યોજનામાં બેન્કો દ્વારા 14 ટકા લોક યોગદાન આપવામાં આવશે જે અત્યાર સુધી માત્ર 10 ટકા જ હતું.આ ઉપરાંત રજાના નિયમો માં રાહત આપવામાં આવી છે અને મેટરનિટી લીવ ની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. બેન્કો દ્વારા ટૂંક સમયમાં એરીયરની બાકી રકમ જારી કરવામાં આવી શકે છે.

બેંક કર્મચારી અને ભારતીય બેંક એસોસિએશન વચ્ચે ત્રણ વર્ષ બાદ પગાર વધારા પર સહમતી થઇ ગઇ છે અને ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસીએશન ના.

જનરલ સેક્રેટરી સીએચ વેકંતચલામે કહ્યું કે આ નિર્ણયથી 29 બેંકોના 8.8 લાખ કર્મચારીઓને મોટો ફાયદો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!