ગુજરાતી સિંગર કિંજલ દવે એ થોડા સમય પહેલા જ અમેરિકામાં વસતા ગુજરાતી લોકોને રાસ ગરબાની મોજ કરાવી હતી આ બાદ હવે જ્યારે નવરાત્રિના પવિત્ર પાવન તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કિંજલ દવે પોતાનું નવું ગીત વિછુડો લોકો સમક્ષ લઈને આવી રહી છે જેની પ્રથમ ઝલક સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ કિંજલ દવેના ચાહકોએ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ગીત નવરાત્રિના દિવસોમાં ખૂબ જ ધૂમ મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગીતના શૂટિંગ માટે કિંજલ દવે ખાસ પહેરવેશ પસંદ કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકો એ ખૂબ કોમેન્ટ કરી હતી. આ તસવીરોમાં કિંજલ દવે પરંપરાગત પહેરવેશમાં જોવા મળી રહી છે જેમાં તેને અલગ અલગ અંદાજમાં પોઝ આપી તમામ લોકોના દિલ જીતી લીધા હતા. સાથે તેને શૂટિંગ સેટ પરથી પણ બિહાઈન્ડ સ્કેન શેર કર્યા હતા. આ ગીતના એક એક શબ્દો દરેક લોકોના હૃદયને સ્પર્શી ગયા હતા તથા તેમનો સુર પણ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
આ ગીતને કારણે ફરીથી જૂની પરંપરા અને લોકસંગીત ની યાદો તાજા થઈ ગઈ હતી. ફોટોશૂટ ના તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે વિછુડો જોયો કે નહીં. આ ગીત ને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો ગીત પર ડાન્સ કરી રિલસ પણ બનાવતા જોવા મળ્યા હતા. નવરાત્રી પહેલા જ આ નવા ગીતો ચારે તરફ ધૂમ મચાવી દીધી હતી.
આપને જણાવી દઈએ કે નવરાત્રિના દસ દિવસોમાં કિંજલ દવે સુરત શહેરમાં ધૂમ મચાવશે આ રાસ ગરબા ના કાર્યક્રમ માટે સુરતવાસીઓએ પોતાનો ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી કિંજલ દવે એ પણ તમામ સુરતના લોકોના આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ હાલમાં તો કિંજલ દવેનું આ ગીત અને તેમના ફોટોશૂટની તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે તથા દેશ વિદેશથી તમામ પ્રતિસાદ અને વખાણ મળી રહ્યા છે. આ ગીત તમે પણ youtube પરથી જોઈ શકો છો આપને આ ગીતના શબ્દો ખૂબ જ પસંદ આવશે આવી અમે આશા રાખીએ છીએ આ સાથે કિંજલ દવેને પણ ગીતની સફળતા માટે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવીએ છીએ તમને આ ગીત કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો.