ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી નિમણૂંક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયતો તેજ થઇ ગઇ છે. હવે ગુજરાત કોંગ્રેસને આજરોજ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. નવા પ્રમુખની જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરવાના છે.
નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્મા ની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરશે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે.
આજે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી અંગે મંથન થશે. અર્જુન મોઢવાડિયા અને સાંસદ અમીબેન ગઈ કાલે સવારે દિલ્હી જવા રવાના થયા. ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા ઉપરાંત શૈલેષ પરમાર સાંજે રવાના થયા હતા.
પરેશ ધાનાણી પણ રાત્રે દિલ્હી ગયા હતા. હાર્દિક પટેલ અને નરેશ રાવલ દિલ્હી પહોંચી ચૂક્યા છે.ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે કાર્યકારી હાર્દિક પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ કોના નામ જાહેરાત કરે તેના પર સૌની નજર છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે આજે દિલ્હીમાં મંથન થશે. ગુજરાતના 15 નેતાઓ સાથે રાહુલ ગાંધી વન ટુ વન ચર્ચા કરશે. હાર્દિક પટેલની સાથે સાથે શક્તિસિંહ ગોહિલ નું નામ પણ આગળ ચાલી રહ્યું છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પણ ચર્ચામાં છે. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ આગળ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment