મિત્રો સમગ્ર દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની અને જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક 16 વર્ષના બાળકે ફાંસી લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના છત્તીસગઢના બિલાસપુરમાં બની હતી. અહીં દિવસભર બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો.
તેથી ગુસ્સામાં આવીને માતાએ તેના હાથમાંથી ફોન આચકી લીધો હતો. જેનાથી બાળક એટલો દુઃખી થઈ ગયો કે તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર પરિવારજનોને બાળક ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકો તેને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.
પરંતુ જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા બાળકનું નામ યુવરાજ સિંહ હતું અને તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. યુવરાજસિંહ શુભમ વિહાર બાપુજી રેસીડેન્સી કોલોનીમાં રહેતો હતો. યુવરાજસિંહ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો.
પરંતુ યુવરાજસિંહને મોબાઈલ ગેમ રમવાની આદત પડી ગઈ હતી. ગુરૂવારના રોજ યુવરાજસિંહ મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો. ત્યારે ગુસ્સામાં આવીને માતાએ યુવરાજસિંહ પાસેથી ફોન આંચકી લીધો હતો. આ વાતથી યુવરાજ સિંહ નારાજ થઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. થોડીક વાર બાદ તે ગળાફાંસો ખાઈને લટકતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ત્યારબાદ યુવરાજસિંહને ત્યાંથી નીચે ઉતારીને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેની હાલત ખુબ જ ગંભીર હોવાના કારણે તેને બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવરાજ સિંહનું કરુણ મૃત્યુ નીપજયું હતું. શુક્રવારના રોજ પોલીસને આ ઘટનાની માહિતી મળી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, માતાએ મોબાઈલ છીનવી લીધો તેથી દુઃખમાં આવીને બાળકે આ પગલું ભર્યું હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારના લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવરાજસિંહ રૂમ સીલ કરી દીધી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment