The mother punished the son Viral video: સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. સોશિયલ મીડિયા પર આપણને દરરોજ ફની વીડિયો જોવા મળે છે, કદાચ જેની દરેક વ્યક્તિ રાહ જુએ છે. આવા વિડિયો યુઝર્સને હસવા માટે મજબૂર કરવાની સાથે સાથે તેઓ ચોક્કસપણે કોઈને કોઈ સબક આપે છે.
ઘણીવાર માતા બાળકોની સંભાળી લેતી ચોક્કસપણે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. હાલ આ દિવસોમાં ઊલટું જોવા મળી રહ્યું છે, તે ખૂબ જ દુર્લભ છે, જ્યારે માતા તેના બાળકને મારતી અને ત્રાસ આપતી જોવા મળે છે. વર્તમાન સમયમાં દરેક માતા પોતાના બાળકો જ્યારે ખોટી સંગતમાં પડે છે અને ખોટું કામ કરે છે ત્યારે તેને સુધારતી જોવા મળે છે.
આવો જ એક વિડીયો આ દિવસોમાં દરેકનું ફેવરેટ બની ગયો છે. જેમાં એક માતા તેના બાળકને તાલીબાની શૈલીમાં તુગલકી હુકમનામું સાથે તેના બાળકના ખોટા કાર્યોને સુધારવા માટે સજા કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા ના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને ટ્વીટર પર ઘરના કલેશ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક માતા દેખાઈ રહી છે જે તેના પુત્રના ડ્રિન્ક અને સ્મોકિંગથી કંટાળી ગઈ છે. આ પછી તે તેને સુધારવા માટે ખૂબ જ ખતરનાક પગલું ભરે છે, આંખોમાં મરચું નાખતી દેખાઈ રહી છે, પુત્રને નશા ની લતમાંથી મુક્ત કરવા માટે માતા તેને એક થાંભલા સાથે બાંધે છે અને તેની આંખોમાં મરચું નાખે છે.
Son-Mom kalesh (Mother Rubbed Red Chilli In the Eyes of Son for Smoking)https://t.co/HI0CmK28lq
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 2, 2022
જેના પર બાળકને ખૂબ જ તકલીફ થવા લાગે છે, આ દરમિયાન બાળકની ચીસો સ્પષ્ટ સંભળાય છે. આ સમયે યુઝર્સ વિડીયો જોવા બાદ ખૂબ જ ડરી ગયા છે, બીજી તરફ પુત્ર ના ખોટા વર્તનને સુધારવા માટે માતાએ લીધેલા આ પગલાની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 48 હજારથી થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment