સુરતમાં થોડા સમય પહેલા હત્યારા ફેનીલ દ્વારા ગ્રીષ્મા વેકરીયાનો જાહેરમાં કરપીણ જીવ લઈ લેવમાં આવીયો હતો. તેને લઈને ગઈકાલે સૌથી મોટો ચુકાદો આવ્યો છે ત્યારે કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. એ સાથે પરિવારજનોની માંગ પૂર્ણ થઈ છે. ગ્રીષ્માનાં પરિવારને ન્યાય મળતા તેમણે સપોર્ટ કરનાર સુરતની જનતા, ગૃહરાજ્યમંત્રી, રાજ્ય સરકાર અને પોલીસની જવાનોનો આભાર માન્યો છે.
આ કેસ મામલે દલીલો પૂર્ણ થતાની સાથે અત્યારે ફેનિલ ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારે ગ્રીષ્માના કાકી એ જણાવતા કહ્યું કે અમારી દીકરીને ન્યાય મળ્યો છે. પરંતુ તેની સાથે વિતાવેલીએ પળોને યાદ કરીને રડી રહ્યા હતા તે દરમિયાન એક પણ શબ્દ બોલી શકતા ન હતા. ત્યારે તેમના દ્વારા રડતા રડતા આ ન્યાય મામલે સપોર્ટ કરનાર બધા જ લોકોનો આભાર માન્યો છે.
જ્યારે ફેનીલને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેને કોઈ પણ પ્રકારનો ગમ ન હતો તેવું દેખાઈ રહ્યું હતું અને હસતા હસતા તે કોર્ટમાં દાખલ થયો હતો. જ્યારે કોર્ટ દ્વારા હત્યારા ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી ત્યારે આ ચુકાદો લેવામાં આવ્યો હતો. ત્યારે ફેનીલનાં મોંઢે સહેજ ગમ દેખાતો ન હતો, ત્યારે આવા લોકોને તો ફાંસીની સજા જ સાચી નીવડે છે.
એવામાં ગ્રીષ્મા પરિવારજનો ત્યાં હાજર હતા તે દરમિયાન જજ વિમલ કે વ્યાસે દીકરીનો જીવ કેવી રીતે લેવામાં આવીયો તેનું વર્ણન એની હાલત અંગે કહેતા જ ગ્રીષ્મનો પરિવાર ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો હતો. આવી વેદના તો પરિવારજનોને જ થઈ શકે કે જેનો કાળજા સમાન દીકરીની તેની સામે જ જીવ લેવામાં આવીયો હતો. ફેનીલ ને ફાંસીની સજા ફટકારવામાં આવી ત્યારે ગ્રીષ્માનો પરિવાર રડતા રડતા લોકોનો આભાર માન્યો હતો કે મારી ગ્રીષ્માને ન્યાય મળ્યો એનો આજે અમને સંતોષ થાય છે.
પરંતુ હવે અમારી દીકરી અમારી પાસે રહી નથી એનું પણ ખૂબ દુઃખ થયું છે. ત્યારે જરૂર કહીશ કે ગુજરાતની જ નહીં પરંતુ દેશની કોઈપણ બહેન દીકરી સાથે જ્યારે પણ આવું બને ત્યારે તેની માટે આ સજા જ યોગ્ય છે. ત્યારે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે જેના થકી આવું કોઈ પણ કૃત્ય કરતા લોકો અચકાશે.
કાળજા સમાન દીકરીને ન્યાય મળતાની સાથે પરિવારજનોને સંતોષ થયો છે. ત્યારે ગ્રીષ્માનાં અન્ય પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યો કે આજે અમને અમારી દિકરીને ન્યાય મળ્યો તે માટે કહીશ તો સત્યનો જ વિજય થયો છે અમને વિશ્વાસ હતો કે હંમેશા સત્યનો જય જ થશે અને અમારી ગ્રીષ્મા ને ન્યાય મળ્યો તે માટે અમને સંતોષ થયો છે પરંતુ એક વાતનું દુઃખ રહી ગયું કે હવે અમારી સામે ગ્રીષ્મા રહી નથી જેનું ઘણું દુઃખ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment