આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ઘણી અકસ્માતની ઘટનામાં હસતો-રહેતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં માતા-પુત્ર સહિત એક વૃદ્ધ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બસ ચાલક બસ સાઈડમાં લઇ રહ્યો હતો, ત્યારે બે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટનામાં માતા અને પુત્રનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને જયપુર વધુ સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને બસ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. આ અકસ્માતની ઘટના સીકરના કોતવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનાને સવારના સમયે બની હતી. એક બસ જયપુર થી બિકાનેર જઈ રહી હતી.
ત્યારે બસના ડ્રાઇવરરે રાજ કનક હોટલ આગળ રોડની બાજુમાં એક બાઈક આવતી જોઈ હતી. તેથી ડ્રાઈવરે આ સ્થિતિમાં પોતાની બસ સાઇડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ બાઈક સાથે અથડાઈ હતી. આ સાથે અન્ય એક બાઇક પણ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 65 વર્ષે માતા મીનદેવી અને 46 વર્ષીય પુત્ર પપ્પુ કૂમાવતનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર માતા અને દીકરો બંને બાઈક પર એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા અને દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. જ્યારે અન્ય વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું પણ કરુણ મૃત્યુ થયું હતું. એકસાથે માતા અને દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ માતા અને દીકરાના મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. એક સાથે માતા અને દીકરાને અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment