માં-બાપએ દીકરાને ફોન પર ‘ગુડબાય’ કહીને ફોન કાપી નાખ્યો, પછી માં-બાપે કંઈક એવું પગલું ભરી લીધું કે… 3 બાળકોએ માં-બાપની છત્રછાયા ગુમાવી…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિ પત્નીએ સુસાઇડ કરી લીધું છે. આ પગલું ભરતા પહેલા બંને પોતાના દીકરા સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી. આ ઘટનાને કારણે 3 બાળકો માં-બાપ વગરનો થઈ ગયો છે. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. માં-બાપે સુસાઇડ કરતા પહેલા પોતાના મોટા દીકરાને ફોન કર્યો હતો. દીકરાને ફોન પર કહ્યું હતું કે “ગુડબાય, અમે જઈ રહ્યા છીએ”. ત્યારબાદ ફોન ડીસ્કનેક્ટ થઈ ગયો હતો.

પછી બંનેએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજકુમાર હતું અને તેની પત્નીનું નામ શાલીની હતુ. ઘટનાના પારંભિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, દેવું ખૂબ જ વધી ગયું હતું અને દેવાના દબાણના કારણે બંને આ પગલું ભર્યું હશે.

રાજકુમાર અને તેની પત્ની શાલીનીના મૃત્યુના કારણે બે દીકરાઓએ અને એક છોકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા પતિ-પત્નીના મોટા દીકરાને જણાવ્યું કે, આશરે છ વાગ્યે મારા ઉપર મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો. તેમને ગુડ બાય ગયું હતું અને અમે જઈએ છીએ તેમ કહ્યું હતું.

ત્યારબાદ ફોન ડીસ કનેક્ટ થઈ ગયો હતો. પછી હું તાત્કાલિક દોડતા દોડતો ઘરે પહોંચ્યો ત્યારે માતા પિતા ઉલટી કરી રહ્યા હતા. સાત વાગ્યાની આસપાસ તેમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં તો માતા-પિતા બંનેનું મોત થયું હતું. દીકરાએ જણાવ્યું કે માતા-પિતાને કોઈની પાસેથી પૈસા લેવાના હતા અને કોઈને આપવાના પણ હતા.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. જાણવા મળી રહ્યું છે કે લગભગ 25 લાખ રૂપિયાનું દેવું હતું અને તેના દબાણના કારણે પતિ પત્નીએ આ પગલું ભર્યું હશે. પોલીસની સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ માતા પિતાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું ચોક્કસ કારણ સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*